દરભંગાઃપૂર્વ મંત્રી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટીના અધ્યક્ષ મુકેશ સહનીના પિતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના દરભંગામાં તેમના ઘરમાં બની છે અને તેમનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે. હવે આ મામલે બિહારનું રાજકારણ ગરમાયું છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉભા થઈ રહ્યાં છે ત્યારે આ મામલે SITની રચના કરવામાં આવી છે.
SSPએ શું કહ્યું?: દરભંગાના SSP જગુનાથ રેડ્ડીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે પૂર્વ મંત્રી મુકેશ સહનીના દરભંગાના સુપૌલ બજાર સ્થિત અફઝલા પંચાયતમાં આવેલું છે. તેમના પિતા જીતન સહનીની ઘરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી છે. તેમની ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે બિરૌલ પોલીસ સ્ટેશનના એસડીપીઓ મનીષ ચંદ્ર ચૌધરી સાથે ઘટનાસ્થળે પહોંચીને આ મામલાની તપાસ શરૂ કરી છે.
"પ્રથમ દૃષ્ટિએ, આ હત્યાનો મામલો છે. મૃતક જીતન સાહની તેમના ઘરે સૂતા હતા. જ્યારે ચોરીના ઇરાદે ઘરમાં ઘૂસેલા ગુનેગારોએ જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને તેની હત્યા કરી. ઘરમાં વસ્તુઓ વેરવિખેર પડી હતી."- મનીષ ચંદ્ર ચૌધરી, SDPO