હૈદરાબાદ:એક અખબારે માત્ર સમાચાર પ્રદાતાની ભૂમિકા સુધી મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ તેને કોઈ આંદોલનની શૂન્યતા પણ ભરવી જોઈએ, આફતોમાં મદદ કરવી જોઈએ અને જો જરૂરી હોય તો નેતૃત્વ પણ કરવું જોઈએ. આ ઈનાડુનું સૂત્ર અને નીતિ છે, જે 2024માં તેના 50 વર્ષની ઉજવણી કરી રહી છે. ઈનાડુના શબ્દો લોક આંદોલનમાં પ્રાણ ફુંકે છે. જ્યારે કોઈ દિશા નથી હોતી, ત્યારે તે માર્ગ બતાવે છે. જો કોઈ નાગરિકો પીડિત છે તો તે માનવતા દર્શાવે છે. જો લોકો ભૂખે મરતા હોય તો તે અન્ન આપે છે. આવી જવાબદારીઓ બીજા બધા પર ભારે પડે છે. માત્ર શબ્દોથી જ નહીં, પરંતુ કરોડો રૂપિયાના રાહત ભંડોળથી ઈનાડુ જરૂરિયાતમંદો માટે મસીહા બની ગયું!
ઈનાડુની દૃષ્ટિએ અખબારોનું કર્તવ્ય માત્ર સમકાલીન સમાચારોનું પ્રકાશન જ નહીં પણ સામાજિક જવાબદારી પણ છે. પાંચ દાયકાઓથી, ઈનાડુ માત્ર અક્ષરોમાં જ નહીં પરંતુ વ્યવહારમાં પણ આ પ્રમાણિકતા દર્શાવે છે. 1976ની વાત છે જ્યારે ઈનાડુ માત્ર બે વર્ષ થયાં હતાં, તેલુગુની ધરતી પર સતત ત્રણ વાવાઝોડાં ત્રાટક્યા, જેના કારણે લોકોને ભારે નુકસાન થયું હતું.
વાવાઝોડાને કારણે લાખો એકર પાક નાશ પામ્યો હતો અને તેના કારણે લોકોની આંખમાંથી આંસુ સુકાતા ન હતાં. આ દરમિયાન સર્વસ્વ ગુમાવનારાઓની ચીસો સાંભળીને ઈનાડુ ભાવુક થઈ ગયું હતું. થોડા દિવસોમાં તોફાન પીડિતો માટે 10,000 રૂપિયાની રકમથી રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. લોકોને એ પણ સમજાવવામાં આવ્યું હતું કે બને એટલી મદદ કરવી જોઈએ. ઈનાડુના આહવાન પર તેલુગુ વાચકોએ પોતાનું ઉદાર દિલ દાખવ્યું અને એક મહિનામાં લગભગ 64,756 રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું. ઈનાડુએ તે રકમ સરકારને આપી હતી.
1977માં દિવિસીમા પૂર પીડિતોની મદદે
ઈનાડુએ 1977માં દિવિસીમા પૂરના પીડિતોને મદદ કરી હતી. આ દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાના ઘર ગુમાવ્યા હતાં ને તેમની પાસે ભોજન હતું કે ન તો પહેરવા માટે કપડાં. આવી સ્થિતિમાં, તેમની મદદ કરવા માટે, Eenadu દ્વારા 25,000 રૂપિયાનું રાહત ફંડ શરૂ કરવામાં આવ્યું હતું. વાચકોની ઉદારતાને કારણે, ઈનાડુએ કુલ 3,73,927 રૂપિયા એકત્રિત કર્યા. આની મદદથી વેરાન થયેલું પલકાયથિપ્પા ગામને પુનર્જીવિત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે રામકૃષ્ણ મિશનની મદદથી 112 ઘરો બનાવ્યા અને આ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ગામને પરમહંસપુરમ નામ આપવામાં આવ્યું.
ગામના પુનઃનિર્માણ પછી બચેલા પૈસાથી કોડુર નજીક કૃષ્ણપુરમમાં 22 વધુ મકાનો બાંધવામાં આવ્યા. તે દિવસની આપત્તિના ભોગ બનેલા અને ભૂખથી મરી રહેલા લોકોને અન્ન-પાણી પૂરૂ પાડવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન, 50 હજાર લોકોને ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિશાખાપટ્ટનમમાં ડોલ્ફિન હોટલના પરિસરમાં ભોજન બનાવવામાં આવ્યું હતું અને ઈનાડુ ગ્રુપના કર્મચારીઓ દ્વારા આ ભોજન પીડિતોને પહોંચાડવામાં આવ્યું હતું. ઈનાડુના માનવતાવાદી કાર્ય માટે તેમની ખુબ સરાહના કરવામાં આવી હતી.
1996માં વાવાઝોડાના પીડિતોને વ્હારે
એ જ રીતે, 1996 માં, એક ચક્રવાતે ઓક્ટોબરમાં પ્રકાશમ, નેલ્લોર, કડ્ડાપ્પા જિલ્લાઓમાં અને નવેમ્બરમાં ગોદાવરી જિલ્લામાં વિનાશ વેર્યો હતો. આ વખતે ઈનાડુએ 25 લાખ રૂપિયાનું રાહત ફંડ શરૂ કર્યું અને આ વખતે દયાળુ લોકોના સમર્થનથી કુલ 60 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા. ઈનાડુએ નક્કી કર્યું કે આ ભંડોળનો મોટાભાગ પૂર પીડિતો માટે ઉપયોગ કરવો જોઈએ. તેમણે સૂર્યા ભવનો બાંધવાનું નક્કી કર્યું, જેનો ઉપયોગ વાવાઝોડા દરમિયાન રાહત આશ્રયસ્થાનો તરીકે અને સામાન્ય દિવસોમાં શાળા તરીકે થઈ શકે. 'ઈનાડુ' ટીમોએ આવી ઈમારતો માટે જરૂરિયાતમંદ ગામોમાં શોધ કરી. માત્ર બે મહિનામાં જ 60 ગામોમાં આ ઈમારતોનું બાંધકામ પૂર્ણ થઈ ગયું. ઈનાડુના આહ્વાન પર ફરી દાતાઓએ સિમેન્ટ, લોખંડ, ધાતુ અને રેતી પણ દાનમાં આપી હતી.
તંત્રી-વડાપાલેમ ગામમાં 80 મકાનો બનાવ્યા
ઑક્ટોબર 2009માં, કુરનૂલ અને મહબૂબનગરમાં તાત્કાલિક રાહત તરીકે લગભગ 1.20 લાખ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પીડિતોની જઠરાગ્ની ઠારવામાં આવી હતી. દાતાઓ પાસેથી મળેલા દાનમાંથી રૂ. 6.05 કરોડનું રાહત ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. તે પૈસાથી, મહબૂબનગર જિલ્લાના 1,110 હેન્ડલૂમ પરિવારોને લૂમ્સ આપવામાં આવી હતી. કુરનૂલ જિલ્લામાં 'ઉશોદય સ્કૂલ ભવન' બાંધવામાં આવ્યું હતું અને સરકારને સોંપવામાં આવી. એ જ રીતે, રૂ. 6.16 કરોડના કુલ સહાય ભંડોળથી, વિશાખાપટ્ટનમ જિલ્લાના તંત્રી-વડાપાલેમ ગામમાં 80 ઘરો, શ્રીકાકુલમ જિલ્લાના જૂના મેઘવરમમાં 36 ઘરો અને ઉમ્મીલાડામાં 28 મકાનો બાંધવામાં આવ્યા હતા.