ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું NDA સંસદીય બેઠક દરમિયાન નરેન્દ્ર મોદીએ યોગીની અવગણના કરી ? - NDA Parliamentary Meeting - NDA PARLIAMENTARY MEETING

NDA સંસદીય બેઠક દરમિયાન એક એવી તસવીર સામે આવી છે જેનાથી અનેક રાજકીય અટકળો શરુ થઈ છે. વડાપ્રધાન મોદીએ તમામ સાંસદોનું અભિવાદન સ્વીકાર્યું, પરંતુ યુપીના સીએમ યોગી આદિત્યનાથની તરફ જોયું પણ નહોતું.

નરેન્દ્ર મોદીએ યોગીની અવગણના કરી ?
નરેન્દ્ર મોદીએ યોગીની અવગણના કરી ? (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Jun 7, 2024, 5:10 PM IST

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના (NDA) નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. NDA ના નેતા તરીકે ચૂંટાયા બાદ સહયોગી પક્ષોના નેતાઓએ નરેન્દ્ર મોદીને હાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા. તે જ સમયે TDP વડા ચંદ્રબાબુ નાયડુ અને જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણે NDA સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.

ચોંકાવનારું દ્રશ્ય :સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત બેઠકમાં પીએમ મોદી જ્યારે હોલમાં પ્રવેશ્યા ત્યારે એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. વાસ્તવમાં પીએમ મોદી જ્યારે મીટિંગમાં પહોંચ્યા તો ત્યાં હાજર તમામ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અવગણના કરતા જોવા મળ્યા હતા. જોકે, બાદમાં પીએમ મોદી તેમના ખભાને થપથપાવતા જોવા મળ્યા હતા.

યુપીમાં ભાજપનું ખરાબ પ્રદર્શન :તમને જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ગત લોકસભા ચૂંટણીમાં યુપીમાં 62 બેઠકો જીતનાર ભાજપ આ વખતે દેશના સૌથી મોટા રાજ્યમાં માત્ર 33 બેઠકો જ જીતી શકી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને તેના મુખ્ય મતદારોના મત પણ મળ્યા નથી.

સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો :સોશિયલ મીડિયા પર જોક્સ અને મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. જેને જોઈને એવું લાગી રહ્યું છે કે, આ ચૂંટણીમાં ભાજપની હાર માટે યુપીના સીએમ યોગી આદિત્યનાથ જવાબદાર બન્યા છે. જેમાં ચૂંટણી હારેલી સાધ્વી નિરંજન જ્યોતિ અને બહુ ઓછા વોટથી જીતેલા સાક્ષી મહારાજના નિવેદનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમણે યુપીના ચૂંટણી પરિણામોને લઈને અનેક આરોપો લગાવ્યા છે.

ભાષણમાં યોગીનું નામ ગાયબ :આ સિવાય ચૂંટણી પરિણામ આવ્યા બાદ પીએમ મોદીના ભાષણમાં યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ ન કરવાને કારણે પણ આવી અટકળો લગાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પીએમ મોદીએ ભાજપ હેડક્વાર્ટરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે તેલંગાણા, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં પાર્ટીના પ્રદર્શનની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને જન્મદિવસની શુભેચ્છા :આવા સમાચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ સીએમ યોગીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જન્મદિવસની શુભેચ્છા. તેઓ ઉત્તર પ્રદેશની પ્રગતિ તથા ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. હું તેમને લાંબા આયુષ્ય અને આવનારા સમયમાં સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવું છું.

  1. જ્યારે નીતિશ કુમારે મોદીને પૂછ્યું, 'શપથ ગ્રહણ સમારોહની રાહ શા માટે?' - Nitish Kumar On Pm Modi
  2. અખિલેશ યાદવની Pda લહેર, સીએમ યોગીએ ગોરખપુર અને બાંસગાંવની બંને લોકસભા બેઠકો પર મેળવી જીત

ABOUT THE AUTHOR

...view details