ગુજરાત

gujarat

દિલ્હીના IAS કોચિંગ સેન્ટર દૂર્ઘટનામા FIR, માલિક અને કોઓર્ડિનેટરની ધરપકડ - fir against ias coaching owner

By ETV Bharat Gujarati Team

Published : Jul 28, 2024, 1:13 PM IST

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના કરુણ મોત પર દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી છે

દિલ્હીના IAS કોચિંગ સેન્ટર દૂર્ઘટનામા FIR
દિલ્હીના IAS કોચિંગ સેન્ટર દૂર્ઘટનામા FIR (Etv Bharat)

નવી દિલ્હી:દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓના કરુણ મોત પર દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરી છે. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશને આ મામલામાં એફઆઈઆર નોંધી છે અને પાણી ભરેલા બેઝમેન્ટમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ કરી છે.

મૃતક વિદ્યાર્થીઓમાં શ્રેયા યાદવ (આંબેડકર નગર, યુપી), તાન્યા સોની (તેલંગાણા) અને નવીન ડેલ્વિન (કેરળ, એર્નાકુલમ) તરીકે થઈ છે. આ માહિતી દિલ્હી પોલીસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ડીસીપી એમ હર્ષ વર્ધને રવિવારે આપી હતી.

ડીસીપી એમ. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે કોચિંગ સેન્ટર અકસ્માત કેસમાં રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 106 (1), 152, 290 અને 35 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર કોચિંગ સેન્ટર, બિલ્ડિંગ અને ડ્રેનેજ સિસ્ટમની સંભાળ રાખનારા અને તપાસમાં આવનારા લોકો સામે નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે હાલમાં બિલ્ડિંગ માલિક અને સંયોજક સહિત બે લોકોની અટકાયત કરી છે. અભિષેક ગુપ્તા અને દેશપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે શનિવારે RAU'S IAS STUDY CIRCLEના બેઝમેન્ટમાં 12 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. વરસાદ અને ગટરના ભરાવાને કારણે કોચિંગ સેન્ટરની લાઇબ્રેરીમાં ત્રણ વિદ્યાર્થીઓ ફસાયા હતા, જેમના મૃતદેહ મોડી રાત સુધી ચાલ્યા સંયુક્ત બચાવ અભિયાન બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

  1. દિલ્હીમાં મોટી કરુણાતીકા: ઈન્સ્ટિટ્યૂટના બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી ત્રણ વિદ્યાર્થીના મોત - students died in delhi

ABOUT THE AUTHOR

...view details