બેગુસરાયઃ બિહારના બેગુસરાઈમાં મુંડન સંસ્કાર કરવા ગયેલા 5 લોકો અકસ્માતનો શિકાર બન્યા હતા. સિમરિયા ગંગા ઘાટ પર ડૂબી જવાથી પાંચેયના મોત થયા હતા. મૃત્યુ પામેલા લોકોમાંથી બે સગા ભાઈઓ હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, બરૌનીના રહેવાસી રાજુ કુમારના પરિવારમાં મુંડન સંસ્કાર હતા. તેમાં ભાગ લેવા માટે બધા લોકો સિમરિયા ઘાટ પર એકઠા થયા હતા. આ જ સમયગાળામાં 5 લોકોના ડૂબી જવાથી કરૂણ મોત થયા હતા. તમામ મૃતદેહોને ગંગા નદીમાંથી મળી આવ્યા છે.
બિહારના બેગુસરાયમાં સર્જાયો મોટો અકસ્માત, મુંડન સંસ્કારમાં ભાગ લેવા ગયેલા 5 લોકોના ડૂબી જવાથી મોત - Death due to drowning in Begusarai
મુંડન સમારોહમાં ભાગ લેવા ગયેલા 5 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. આ કરૂણ અકસ્માતે સમગ્ર ગામમાં ચકચાર મચાવી દીધી છે. તમામ મૃતદેહોને ગંગા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર...Death due to drowning in Begusarai
Published : May 20, 2024, 5:37 PM IST
5 લોકોના ડૂબી જવાથી મોત: મૃત્યુ પામેલા તમામ લોકો સગા-સંબંધી હોવાનું કહેવાય છે. આ સમગ્ર ઘટના ચકિયાના સિમરિયા ગંગા ઘાટ પર સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, તમામ લોકો ગંગાના પાણીમાં હતા પરંતુ કુલ 6 લોકોને ખ્યાલ નહોતો કે, અહીં નદી ઊંડી છે. બધા અચાનક ઊંડા પાણીમાં ગયા અને ડૂબવા લાગ્યા. એકને કોઈ રીતે નદીમાંથી બચાવી લેવામાં આવ્યો હતો. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 5 લોકો ડૂબી ગયા હતા.
તમામ મૃતદેહો બહાર કાઢ્યાઃડાઇવર્સે તમામ મૃતદેહોને બહાર કાઢ્યા છે. મૃતદેહોને જોતા એવું લાગે છે કે, કેટલાક લોકો ફુલ શર્ટ અને પેન્ટ પહેરેલા જોવા મળે છે. એવી આશંકા છે કે, આ લોકો તેમને ડૂબતા જોઈને પોતાને બચાવવા માટે દોડ્યા હશે, પરંતુ તેઓને તરવું આવડતું ન હોવાથી તેમનું મૃત્યુ થયું હતું. હાલ આ મામલે પોલીસનું નિવેદન આવવાનું બાકી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.