ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'મોત કો છૂકર ટક સે વાપસ..', મૃત્યુ બાદ જીવતો થયો શખ્સ, ડોક્ટરોને વળ્યો પરસેવો - Bihar Sharif Sadar Hospita

બિહારના નાલંદામાં એક જીવિત વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી. વ્યક્તિને લઈ જવા માટે સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું. તે જ સમયે તે ઉભો થયો. મામલો સદર હોસ્પિટલનો છે. જાણો સમગ્ર મામલો. Bihar Sharif Sadar Hospita

નાલંદામાં મૃત વ્યક્તિ અચાનક થયો જીવતો
નાલંદામાં મૃત વ્યક્તિ અચાનક થયો જીવતો (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2024, 9:49 PM IST

નાલંદા: બિહારની નાલંદા સદર હોસ્પિટલમાં એ સમયે હંગામો મચી ગયો જ્યારે હોસ્પિટલના શૌચાલયમાં એક વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવ્યો. ત્યાં હાજર લોકોએ તેને ઉઠાવવાનો ઘણો પ્રયાસ કર્યો. જ્યારે તે લાંબા સમય સુધી જાગ્યો ન હતો, ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે તે વ્યક્તિને મૃત માની લીધો હતો અને ઘટના અંગે શહેર પોલીસને જાણ કરી હતી.

મૃત વ્યક્તિ જીવતો થયો!: માહિતી મળતા જ શહેર પોલીસ સ્ટેશનની પોલીસ હોસ્પિટલ પહોંચી. પોલીસે તપાસ કરીને વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો. આ પછી સદર ડીએસપીએ પણ આ બાબતની નોંધ લીધી હતી અને એફએસએલ ટીમને જાણ કરી મોતની તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ એફએસએલ ટીમની રાહ જોઈ રહી હતી ત્યારે અચાનક મૃતકના શરીરમાં હલનચલન શરૂ થઈ હતી.

નાલંદામાં મૃત વ્યક્તિ અચાનક થયો જીવતો (Etv Bharat)

"જ્યારે અમે આવ્યા ત્યારે, અમે જોયું કે, ગંજી પહેરેલો એક વ્યક્તિ જમીન પર પડેલો છે. તેના શરીરમાં કોઈ હલનચલન જણાતી ન હતી. ખબર નહતી કે તેને હાર્ટ એટેક આવ્યો હતો કે શું થયું. તેની ઓળખ થઈ નથી - બ્યાસ પ્રસાદ, એએસઆઈ, નગર પોલીસ સ્ટેશન, બિહાર, નાલંદા

FSLની ટીમ પણ પહોંચી હતી તપાસ માટે (Etv Bharat)

હોસ્પિટલમાં હંગામો થયો:અવાજ સાંભળીને મૃતક વ્યક્તિ ઉભા થતાં હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. લોકો સમજી શકતા ન હતા કે મૃત વ્યક્તિ કેવી રીતે જીવિત થઈ શકે. આ દરમિયાન મોડેથી પણ પોલીસને સમગ્ર મામલો સમજાયો હતો. પોલીસે વ્યક્તિને કસ્ટડીમાં લીધો અને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં.

જીરાઈન ગામનો રહેવાશી રાકેશ કુમાર (Etv Bharat)

શું છે સમગ્ર મામલોઃ વાસ્તવમાં આ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે સફાઈ કર્મચારી બિહાર શરીફ સદર હોસ્પિટલ બાથરૂમ સાફ કરવા પહોંચ્યો ત્યારે બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો. બહાર એક વ્યક્તિના ચપ્પલ પડેલા હતા. લાંબો સમય વીતી જવા છતાં દરવાજો ન ખૂલતાં ઘટનાની માહિતી બિહાર પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાખ્યો હતો. જ્યારે પોલીસ બાથરૂમમાં પ્રવેશી તો તેણે એક વ્યક્તિને બાથરૂમમાં પડેલો જોયો, તે કોઈ હલચલ કરી રહ્યો ન હતો.

દારૂના નશામાં હતો શખ્સ: આ પછી પોલીસે તેને મૃત માની લીધો અને ફોરેન્સિક ટીમને જાણ કરી અને કહ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. વ્યક્તિને લઈ જવા માટે સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું. પરંતુ અચાનક નજીકમાં અવાજ સાંભળીને સ્ટ્રેચર પર પડેલો વ્યક્તિ ઉભો થઈ ગયો. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો તેણે જણાવ્યું કે તે અસ્થાવા પોલીસ સ્ટેશન વિસ્તારના જીરાઈન ગામનો રહેવાસી રાકેશ કુમાર છે. અહીં દવા લેવા આવ્યો હતો. એવું કહેવાય છે કે વ્યક્તિ નશામાં હતો. ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે તેનો દારૂનો નશો ઉતર્યો હશે અને જ્યારે તેણે પોતાના પોસ્ટમોર્ટમની વાત સાંભળી હશે તો તે ઊભો થઈ ગયો.

"મારું નામ રાકેશ છે. હું દવા લેવા દવાખાને આવ્યો હતો. પરંતુ હું અહીં પડી ગયો હતો, જોકે, મેં કશું પીધું નહોતું. હું પણ ચિંતત છું કે શું થઈ રહ્યું છે." - રાકેશ પાસવાન

ડૉક્ટરે શું કહ્યું? : હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે એક વ્યક્તિનું મોત થયું છે, તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો છે. અચાનક તે વ્યક્તિ સ્ટ્રેચર પરથી ઉભો થયો. આ જોઈને થોડીવાર અફડાતફડી મચી ગઈ હતી. લોકોને આશ્ચર્યમાં જોઈને વ્યકિતએ કહ્યું, 'હું જીવતો છું, મર્યો નથી'. આ પછી, જ્યારે અમે તેની તપાસ કરી તો તે ઠીક હતો.

  1. બદલાપુર બળાત્કાર કેસ: આરોપીએ પોલીસની ગન છીનવીને ફાયરિંગ કર્યું, સામે પોલીસની ગોળી વાગતાં મોતને ભેટ્યો - MAHARASHTRA BADLAPUR
  2. AAP MLA અમાનતુલ્લા ખાન 7 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં, 25 સપ્ટેમ્બરે થશે આગામી સુનાવણી - amanatullah khan judicial custody

ABOUT THE AUTHOR

...view details