ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Threat to blow up temple : ઉત્તરપ્રદેશના આ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ વિભાગ દોડતું થયું - ભાજપ નેતા રોહિત સાહુ

કાનપુરના બીચવાલા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. બે સમુદાયની વસ્તી વચ્ચે આવેલા આ મંદિરની દિવાલ પર ધમકીભર્યો પત્ર પણ ચોંટાડવામાં આવ્યો છે. ડીસીપી પૂર્વ ઘટનાસ્થળે પહોંચી આ મામલે કેસ નોંધી પોલીસને તપાસના નિર્દેશ આપ્યા છે.

ઉત્તરપ્રદેશના આ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઉત્તરપ્રદેશના આ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2024, 2:49 PM IST

Updated : Jan 28, 2024, 4:02 PM IST

કાનપુરના બીચવાલા મંદિરને ધમકી

ઉત્તરપ્રદેશ : રામ જન્મભૂમિ અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસે કાનપુર શહેરના મેસ્ટન રોડ સ્થિત બીચવાલા મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. હવે આ મંદિર અને ભાજપના એક નેતાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રવિવારે સવારે મંદિરની દિવાલ પર એક ધમકીભર્યો પત્ર ચોંટાડેલો મળી આવ્યો હતો. આ મામલો બે સમુદાય સાથે સંબંધિત હોવાથી પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ડીસીપી પૂર્વ અનેક પોલીસ સ્ટેશનના દળો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મામલે કેસ નોંધી પોલીસ તપાસ કરી રહી છે.

ધમકીભર્યો પત્ર :રવિવારે સવારે ભાજપ નેતા રોહિત સાહુ પૂજા માટે બીચવાલા મંદિર પહોંચ્યા હતા. તેઓ મંદિરના મેનેજર પણ છે. આ દરમિયાન મંદિરની દિવાલ પર એક પત્ર ચોંટાડવામાં આવ્યો હતો. જેમાં મંદિર અને ભાજપ નેતાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઉપરાંત અયોધ્યામાં રામ મંદિર બનાવવા પર પણ ટિપ્પણી કરી મંદિરમાં થતા ભજન-કીર્તન પર પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

પોલીસ ફરિયાદ : ભાજપના નેતાએ આ અંગે પોલીસને જાણ કરી હતી. આ પછી ડીસીપી પૂર્વ તેજ સ્વરૂપ સિંહ અનેક પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ અંગે તેમણે કહ્યું કે, મામલાની ગંભીરતાને જોતા અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ આ કેસમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. ઈન્ટેલિજન્સ ટીમોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

અગાઉની ઘટના :22 જાન્યુઆરીની રાત્રે શહેરના મેસ્ટન રોડ પાસે એક સંસ્થા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અચાનક એક યુવક કાર લઈને તે કાર્યક્રમમાં આવ્યો અને એક બાઈકસવારને ટક્કર મારી હતી. જો કે, જેસીપી લો એન્ડ ઓર્ડર, ડીસીપી સેન્ટ્રલ અને એસીપી અનવરગંજલ ઘટનાસ્થળે પહોંચ્યા અને સુજબુજથી પરિસ્થિતિને સંભાળી હતી. ત્યારે પણ શહેરનું વાતાવરણ બગડતું બચ્યું હતું. હવે ફરી એકવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં ધમકીભર્યા પત્ર ચોંટાડીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  1. Delhis Kalka Temple Stamped: દિલ્હીના કાલકા મંદિરમાં જાગરણ દરમિયાન નાસભાગ, એકનું મોત, 15થી વધુ ઘાયલ
  2. BJP Support Letter To Nitish Kumar : નીતિશ કુમારને ભાજપ આજે જ સમર્થન પત્ર સોંપી દે તેવી શક્યતા
Last Updated : Jan 28, 2024, 4:02 PM IST

ABOUT THE AUTHOR

...view details