ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક મુખ્યપ્રધાને PM મોદીને લખ્યો પત્ર, પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવાની માંગ - Prajwal Revanna sex scandal - PRAJWAL REVANNA SEX SCANDAL

જેડી(એસ) સાંસદ અને હાસન લોકસભા બેઠકના ઉમેદવાર પ્રજ્વલ રેવન્નાને પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. તેમના વિરુદ્ધ થયેલા 'સેક્સ સ્કેન્ડલ' ના આરોપની તપાસ માટે SITની રચના સાથે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે.

કર્ણાટક મુખ્યપ્રધાને PM મોદીને લખ્યો પત્ર
કર્ણાટક મુખ્યપ્રધાને PM મોદીને લખ્યો પત્ર

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 11:10 AM IST

બેંગલોર :કર્ણાટકમાં કથિત સેક્સ ટેપ કૌભાંડને લઈને કર્ણાટક સરકારે ભાજપ પર દબાણ વધાર્યું છે. મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા વિનંતી કરી છે.

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે JD-S પાર્ટીના વર્તમાન સાંસદ અને હાસનમાંથી લોકસભાના ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના સામેના જાતીય શોષણના આરોપોની તપાસ માટે વિશેષ તપાસ ટીમની (SIT) ની રચના કરી છે. બીજી તરફ મંગળવારના રોજ JD-S દ્વારા પ્રજ્વલ રેવન્ના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પત્રમાં સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે, તમને વિનંતી છે કે તમે કૃપા કરીને વિદેશ અને ગૃહ મંત્રાલયોને ઝડપથી પગલાં લેવા અને પ્રજ્વલ રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવા અને ભારત સરકારની રાજદ્વારી અને પોલીસ વિભાગ સહિત આંતરરાષ્ટ્રીય પોલીસ એજન્સીનો ઉપયોગ કરીને ફરાર સાંસદને ઝડપી પરત લાવવા પગલાં ભરો. SIT આ સંદર્ભે તમામ જરૂરી વિગતો પૂરી પાડશે અને જરૂરી તમામ કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરશે.

સીએમ સિદ્ધારમૈયાએ ઉમેર્યું કે, તમે હસન લોકસભા સાંસદ અને જેડી-એસ ઉમેદવાર પ્રજ્વલ રેવન્ના દ્વારા અસંખ્ય મહિલાઓના કથિત જાતીય શોષણના ગંભીર કેસથી વાકેફ હોવા જ જોઈએ. પ્રજ્વલ રેવન્ના પર જે આરોપ છે તે ભયાનક અને શરમજનક છે, તેણે દેશની અંતરાત્માને હચમચાવી દીધી છે.

પત્રમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, અમારી સરકારે ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) હેઠળ 28 એપ્રિલનો રોજ એક SIT ની રચના કરીને તપાસ શરૂ કરી છે. ઘણી મહિલા સાથેના કથિત અપરાધનું સાચું સ્વરૂપ પ્રકાશમાં આવ્યા બાદ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પીડિત મહિલાઓ સામે આવતા જ SITની રચના કરવામાં આવી હતી.

સીએમ સિદ્ધારમૈયાએ એમ પણ કહ્યું હતું કે, અહેવાલ અનુસાર ધરપકડનો અહેસાસ થતા પ્રજ્વલ રેવન્નાએ 27 એપ્રિલના રોજ તેના રાજદ્વારી પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ રવાના થયો હતો. જ્યારે SIT પ્રજ્વલ રેવન્ના સામેના આરોપની તપાસ માટે ચોવીસ કલાક કામ કરી રહી છે, ત્યારે તેને દેશમાં પરત લાવવા અત્યંત મહત્વપૂર્ણ છે.

  1. પૂર્વ પીએમ એચડી દેવગૌડાના પુત્ર અને પૌત્ર સામે યૌન શોષણનો કેસ - Complaint Against JDS MLA
  2. સલમાન ખાન હાઉસ ફાયરિંગ કેસના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો

ABOUT THE AUTHOR

...view details