નવી દિલ્હી:આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર AAP સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે પહેલાની જેમ ભાજપ ફરી એકવાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. બિહારમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમને કારણે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર ફરીથી ભાજપમાં જોડાઈ શકે છે. આ રાજકીય ઉથલપાથલ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિશીએ શનિવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાની વાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના સંપર્કમાં છે. જોકે, ભાજપે કેજરીવાલ પર વળતો પ્રહાર કર્યો છે, દિલ્હી ભાજપના નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલ પર શાબ્દિક હુમલો કરતા તેમને ચોર, ભ્રષ્ટાચારી ગણાવ્યાં હતાં.
CM Kejariwal on bjp: દિલ્હીમાં આપ સરકારને પાડવાનો પ્રયાસ કરી રહી છે ભાજપ: કેજરીવાલ - મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ભાજપ પર દિલ્હીમાં AAP સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગેની પોસ્ટ લખીને ભાજપ પર આરોપ લગાવ્યો છે.
Published : Jan 27, 2024, 6:16 PM IST
આપનો ભાજપ પર ગંભીર આરોપ: આતિશીના આ આરોપ પછી તરત જ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને ભાજપના ઓપરેશન લોટસ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું, 'તાજેતરમાં તેઓએ દિલ્હીના અમારા 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે, તેઓ થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરી લેશે, અને ત્યાર બાદ ધારાસભ્યને તોડીશું. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે અને ત્યાર બાદ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. 25 કરોડ આપીશું અને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી પણ લડાવીશું.
આપ સરકારને પાડવાનું કાવતરૂ: તેમણે આગળ લખ્યું, 'જો કે તે દાવો કરે છે કે તેણે 21 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે, પરંતુ અમારી માહિતી અનુસાર તેણે અત્યાર સુધી માત્ર 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને તે બધાએ ના પાડી દીધી છે. મતલબ કે મારી ધરપકડ કોઈ દારૂ કૌભાંડની તપાસ માટે કરવામાં આવી રહી નથી, પરંતુ તેઓ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું કાવતરું કરી રહ્યા છે. છેલ્લા નવ વર્ષમાં તેઓએ અમારી સરકારને તોડી પાડવા માટે અનેક ષડયંત્ર રચ્યા. પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી.