ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Bharat Jodo Nyaya Yatra : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં મોકો જોઇ ખિસ્સા કાતરુ ગેંગે તરખાટ મચાવ્યો - Chhota Udepur Crime

છોટા ઉદેપુર જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ઘણાં લોકોને અલગ કારણે યાદ રહી જશે. કારણ તે લોકોની ભીડનો મોકો પારખી ખિસ્સા કાતરુ ગેંગે કોર્પોરેટર, પત્રકાર સહિતના પચાસેક લોકોના ગજવાં કાતર્યાં હતાં.

Bharat Jodo Nyaya Yatra : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં મોકો જોઇ ખિસ્સા કાતરુ ગેંગે તરખાટ મચાવ્યો
Bharat Jodo Nyaya Yatra : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં મોકો જોઇ ખિસ્સા કાતરુ ગેંગે તરખાટ મચાવ્યો

By ETV Bharat Gujarati Team

Published : Mar 9, 2024, 5:15 PM IST

ભારત જોડો ન્યાય યાત્રામાં ચોરટોળકીનો તરખાટ

છોટા ઉદેપુર : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું બોડેલી ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. જેમાં ઉમટેલી ભીડના ગજવાં પર ખિસ્સા કાતરુઓનો સપાટો સામે આવ્યો હતો. આજે સવારે બોડેલી અલીપુરા ચોકડી પર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા આવી પહોંચતા ઢોલનગારા સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આદિવાસીઓની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જોકે રાહુલ ગાંધીએ બોડેલી ખાતે ચાલુ જીપમાં હાથ હલાવી અભિવાદન કર્યું હતું અને નસવાડી નગરમાં ચાલુ જીપમાં લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે દેવલીયા ચોકડીથી નર્મદા જિલ્લામાં પ્રવેશ મેળવ્યો હતો, બોડેલી ખાતે જામેલી ભીડનો ખિસ્સા કાતરૂઓએ લાભ ઉઠાવી 50થી વધુ નેતાઓ અને લોકોના ખિસ્સા ખાલી કર્યા હતાં.ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ મેળવ્યો તેના બીજા દિવસે સાંજે બોડેલી પાસે આવેલા ખાંડીવાવ ગામે ખુલ્લા મેદાનમાં ટેન્ટ બનાવી રાત્રી રોકાણ કર્યું હતું.

કોર્પોરેટરનું ખિસ્સું ખાલી થયું : ભારત જોડો ન્યાય યાત્રાને જોવા ગ્રામ્ય વિસ્તારોમાંમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. જે ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ કાર્યકર્તાઓ સહિત 50થી વધુ લોકોના ખિસ્સા કપાયા હતાં. જેમાં વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના ખિસ્સામાંથી 45 હજાર ચોરાયા હતાં. જ્યારે બોડેલીના પત્રકાર મયુદીનભાઈ ખત્રી રાહુલ ગાંધીની યાત્રાનો વીડિયો લઈ રહ્યાં હતાં, ત્યારે તેમનું ધ્યાન ચૂકવી ઝભ્ભાના ખિસ્સામાંથી પાકીટ ચોરી લીધું હતું.

એક ખિસ્સા કાતરુ પકડાયો : ખિસ્સા કાતરૂ ગેંગ લોકોના ખિસ્સા હળવા કરી રહી હતી તે લોકોને ધ્યાને આવતાં એક ખિસ્સા કાતરુને લોકોએ ઝડપી પોલીસને સોંપ્યો હતો અને જેમ જેમ લોકોને ખિસ્સા કપાયાં એવા 50થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને ખિસ્સામાંથી પૈસા ચોરાયાની જાણ થતાં કરી હતી. જોકે એક ખિસ્સા કાતરૂ ઝડપાઈ જતાં લોકોએ મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો. પોલીસે પકડાયેલા ખિસ્સા કાતરુ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઇ જઇ કાર્યવાહી હાથ ધરી હતી.

  1. ધાનેરાની બજારમાંથી લોકોના ખિસ્સા કાપી પૈસા પડાવતા બે શખ્સો ઝડપાયા
  2. Rajkot Lok Mela: રાજકોટના લોકમેળામાં તસ્કરોનો આતંક, 27 જેટલા શખ્સો વિરૂદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details