હરિદ્વાર: ચારધામ યાત્રા માટેનું ઓફલાઈન રજીસ્ટ્રેશન આજથી (8 મે) શરૂ થઈ ગયું છે. ઑફલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયાના પહેલા જ દિવસે, ઉત્તરાખંડના પ્રવેશદ્વાર હરિદ્વારમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી. ભીડના કારણે વ્યવસ્થા કાબુ બહાર દેખાઈ. સવારના 4 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો લાઈનોમાં ઉભા રહેવા લાગ્યા હતા.
ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂઃ લોકોનો આક્ષેપ છે કે, સવારે 4:00 વાગ્યાથી લાઈનમાં ઉભા રહેવા છતાં સવારે 8:00 વાગ્યા સુધી નોંધણી પ્રક્રિયા શરૂ થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે, આ વખતે ઉત્તરાખંડ સરકારે ચારધામ જનારા તીર્થયાત્રીઓની સંખ્યા મર્યાદિત કરી હતી. દેશના ખૂણે-ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, તેમને ચારધામ યાત્રાએ જવાનું હતું, પરંતુ રજિસ્ટ્રેશન માટે કોઈ પણ પ્રકારની સુવિધા નથી. ઘણા મુસાફરોની ફરિયાદ છે કે લાંબા સમય સુધી કતારમાં ઉભા રહેવાને કારણે તેમના પરિવારના સભ્યોની તબિયત બગડી રહી છે.
ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે ભીડ ઉમટી: જિલ્લા પ્રવાસન અધિકારી સુરેન્દ્ર યાદવ કહે છે કે, સરકારની સૂચના મુજબ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કોઈ મુસાફરે આજે નોંધાણી કરાવેલ નથી, તો તેના માટે શું વ્યવસ્થા કરવામાં આવશે? આ પ્રશ્ન પર જિલ્લા પ્રવાસન અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓને સતત માહિતી આપવામાં આવી રહી છે. તેઓ ત્યાંથી જે પણ આદેશ આપશે તેનું પાલન કરાશે.
10 મેથી શરૂ થઈ રહી છે ચારધામ યાત્રાઃ ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ ચારધામ યાત્રા 2024 આવતીકાલે એટલે કે 10મી મેથી શરૂ થવા જઈ રહી છે. ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ ધામના દરવાજા 10 મેના રોજ ખુલશે. બદ્રીનાથ ધામના દરવાજા 12મી મેના રોજ ખુલવાના છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન સેવા પર 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. આજથી ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ થતાં, તેના માટે ભક્તોનો ભારે ધસારો થયો છે.
- સતયુગની યાદ અપાવતો પ્રસંગ જૂનાગઢમાં થયો ફળીભૂત, ભાગવત કથામાં યુવક અને યુવતીના લગ્ન - Unique Wedding
- જાણી લો T20 વર્લ્ડ કપ માટેની તમામ ટીમોના ખેલાડીઓ, પાકિસ્તાન કેમ નથી કરી રહ્યું ટીમની જાહેરાત? - T20 world cup 2024