રાજસ્થાન :ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ લોકસભા ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે મેદાને આવ્યા છે. ચૂંટણીનો ધમધમાટ બંધ થવામાં હવે માત્ર એક જ દિવસ બાકી છે. આવતીકાલે એટલે કે 17 એપ્રિલના સાંજે 6 વાગ્યે પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે. આવી સ્થિતિમાં પ્રચારના છેલ્લા તબક્કામાં રાજકીય પક્ષોએ કેન્દ્રીય નેતાઓના કાર્યક્રમ નક્કી કર્યા છે. જોકે ચૂંટણી પ્રચાર જંગમાં ભાજપ કોંગ્રેસ કરતા બે ડગલાં આગળ છે.
ચૂંટણી પ્રચારને આખરી ઓપ : ભાજપ વતી પીએમ મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ સહિત અનેક વરિષ્ઠ નેતાના કાર્યક્રમ સતત થઈ રહ્યા છે. આ શ્રેણીમાં કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ આજે જયપુરમાં જાહેર સભા કરશે. જ્યારે હરિયાણાના સીએમ નાયક સૈની સીકર લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા કરશે. રાજ્યના ચૂંટણી પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે, મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા અને રાજ્યના સ્ટાર પ્રચારકો પણ અલગ-અલગ સ્થળોએ જાહેર સભા કરી ચૂંટણી પ્રચારને આખરી ઓપ આપશે.
કદાવર નેતાઓના પ્રચાર કાર્યક્રમ :
- કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ સવારે 11:35 વાગ્યે જયપુરના બિરલા ઓડિટોરિયમમાં પ્રબુદ્ધજન સંમેલનમાં ઉપસ્થિત રહેશે
- જયપુરમાં બપોરે 1 વાગ્યે હોટલ ક્લાર્ક આમેરમાં નિર્મલા સીતારમણ પ્રબુદ્ધજન સંમેલન સંબોધિત કરેશે
- સીકર લોકસભાના ઉમેદવાર સુમેદાનંદના સમર્થનમાં સાંજે 4 વાગ્યે હરિયાણાના મુખ્યપ્રધાન નાયક સૈની એક જાહેર સભા કરશે
- હરિયાણાના મુખ્યપ્રધાન નાયક સૈની સાંજે 5:50 વાગ્યે જયપુર ગ્રામીણ ઉમેદવાર રાવ રાજેન્દ્રસિંહના સમર્થનમાં આમેરમાં જાહેર સભા કરશે
- ભાજપના રાષ્ટ્રીય મંત્રી મનજિંદરસિંહ, રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરી અને સાંસદ મૂલક નાગર અલવરમાં રેલીને સંબોધિત કરશે
- બપોરે 2 વાગ્યે હરસૌલીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર યાદવના સમર્થનમાં જાહેર સભા થશે, ત્યારબાદ 3:20 વાગ્યે તિજારામાં જાહેર સભા થશે
સ્ટાર પ્રચારક મેદાને ઉતર્યા : ઉપરાંત અન્ય રાજ્યોના સ્ટાર પ્રચારકો પણ વિવિધ ચૂંટણી રેલીઓને સંબોધશે. જેમાં રાજ્યના ચૂંટણી પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધે ધોલપુર અને ટોંક લોકસભા મતવિસ્તાર શક્તિ કેન્દ્ર મંડળના પ્રમુખ, મોરચા, સેલ, લોકસભા કન્વીનરો, લોકસભાના પ્રભારી, લોકસભા સહ-પ્રભારી, લોકસભા સંયોજકની બેઠક યોજશે. જ્યારે સહ-પ્રભારી વિજયા રાહટકર ઉદયપુર અને રાજસમંદમાં અલગ-અલગ બેઠક કરશે.
સીએમ-ડે.સીએમની ખાસ જાહેર સભા :મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા ગુજરાત, સીકર, ઝુનઝુનુ અને નાગૌરના પ્રવાસે રહેશે. નાયબ મુખ્યપ્રધાન દિયા કુમારી પણ નાગૌરમાં ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધાના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે. જ્યારે નાયબ મુખ્યપ્રધાન પ્રેમચંદ બૈરવા અજમેરમાં ભાજપના ઉમેદવાર ભગીરથ ચૌધરીના સમર્થનમાં જાહેર સભા સંબોધશે. બીજી તરફ ચૂંટણી સહ-પ્રભારી પ્રવેશ વર્મા અને અન્ય સ્ટાર પ્રચારકો અને રાજ્યના મંત્રીઓ પણ અલગ-અલગ સ્થળોએ જાહેર સભાઓ દ્વારા ચૂંટણી પ્રચારને ધાર આપશે.
- ચૂંટણી અધિકારીઓએ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તપાસ કરી, જાણો શું છે સમગ્ર મામલો
- રાજસ્થાનના દૌસામાં પ્રિયંકા ગાંધી, અલવર લોકસભા બેઠક પર સભા અને રોડ શો યોજાશે