જમ્મુ: જમ્મુ-કાશ્મીર: કટરા પાસે એક મોટી બસ દુર્ઘટના સામે આવી છે. રિપોર્ટ અનુસાર, જમ્મુના કટરાથી દિલ્હી જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ખીણમાં ખાબકી હતી.
ઘટનાને પગલે તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. આ અકસ્માત માંડા વિસ્તાર પાસે થયો હતો. હાલમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
જમ્મુના એસએસપી (ટ્રાફિક) ફૈઝલ કુરેશીએ જણાવ્યું કે, જે બસ અકસ્માતનો ભોગ બની તે કટરાથી જમ્મુ જઈ રહી હતી. તેમાં 19 મુસાફરો હતા. લગભગ દરેકને બચાવી લેવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે બસ ડ્રાઈવર હજુ પણ ફસાયેલો છે. અમે તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમામ મુસાફરો ખતરાની બહાર છે.
- મહાકુંભમાં જતા કર્ણાટકના શ્રદ્ધાળુઓની કારનો ભયાનક અકસ્માત : 5 લોકોના મોત, 5 ગંભીર ઘાયલ
- કેરળ: ફૂટબોલ મેદાનમાં ફટાકડા ફૂટતા આગ લાગી, 30 થી વધુ લોકો ઘાયલ