બેંગલુરુ/નવી દિલ્હી: મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ અને તબીબી સાધનોનું ઉત્પાદન કરતી કંપની BPL ગ્રુપના સ્થાપક અને અધ્યક્ષ TPG નામ્બિયાર, ગુરુવારે બેંગલુરુમાં મૃત્યુ પામ્યા. તેઓ 94 વર્ષના હતા. નામ્બિયારના જમાઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે તેમના નિધનની જાણકારી આપી.
તેમણે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "મને ખુબ દુખ સાથે જાણકારી આપવી પડી રહી છે કે મારા સસરા ટીપીજી નાંબિયારનું નિધન થઈ ગયું છે. તે એક દૂરંદર્શી વ્યક્તિ હતા અને તેમણે ભારતના સૌથી વિશ્વાસપાત્ર ગ્રાહક બ્રાંડ્સમાંથી એક બનાવ્યું જે આજે પણ લોકપ્રિય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BPL ગ્રુપના સ્થાપકના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટર પર લખ્યું, "ટીપીજી નામ્બિયાર જી એક અગ્રણી ઈનોવેટર અને ઉદ્યોગપતિ હતા, જેઓ ભારતને આર્થિક રીતે મજબૂત બનાવવાના પ્રબળ સમર્થક હતા. તેમના નિધનથી દુઃખી તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના."