નવી દિલ્હીઃ ભારતના બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ પર ચર્ચા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "...જ્યારે દેશ બંધારણના 25 વર્ષ પૂરા કરી રહ્યો હતો, તે જ સમયે આપણું બંધારણ તોડવામાં આવ્યું હતું, કટોકટી લાદવામાં આવી હતી. બંધારણીય વ્યવસ્થા નાબૂદ કરી દેવામાં આવી, દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો છે, નાગરિકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા, પ્રેસની સ્વતંત્રતા પર તાળું મારવામાં આવ્યું, આ પાપ કોંગ્રેસના કપાળ પરથી ભૂંસી નહીં શકાય"
ભારતના બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ પર એક ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કોંગ્રેસને એક શબ્દ ખૂબ જ પસંદ છે. તેમણે કહ્યું કે તેમનો સૌથી પ્રિય શબ્દ છે - 'જુમલા'... દેશ જાણે છે કે જો હિંદુસ્તાનમાં જો સૌથી મોટો જુમલો કોઈ હતો અને તે 4 પેઢીથી ચાલ્યો છે, તો જુમલો હતો - 'ગરીબી હટાઓ', આ એક એવો જુમલો હતો જેનાથી રાજકીય રોટલા શેકવામાં આવતા હતા પણ ગરીબની હાલત સારી નહોતી થતી.