નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી રહ્યા છે. દિલ્હીમાં, ભાજપે તમામ સાત લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ચાર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. દરમિયાન, એવા સમાચાર છે કે દિલ્હીમાં ગઠબંધનનો ભાગ બનેલી કોંગ્રેસ મનોજ તિવારીની સામે ભોજપુરી લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને મેદાનમાં ઉતારી શકે છે.
Lok Sabha Election 2024: 'યુપી મેં કા બા' ગીતથી ફેમસ થયેલ લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ દિલ્હીમાં મનોજ તિવારી સામે ચૂંટણી લડી શકે છે - Lok Sabha Election 2024
લોકસભા ચૂંટણી 2024ને લઈને દિલ્હીમાં ગરમાગરમી વધી રહી છે. આ દરમિયાન એવી ચર્ચા છે કે, ભોજપુરી લોક ગાયિકા નેહા સિંહ રાઠોડ કોંગ્રેસની ટિકિટ પર મનોજ તિવારી સામે ચૂંટણી લડી શકે છે.
Published : Mar 14, 2024, 7:03 PM IST
નેહા સિંહ રાઠોડ આપી શકે છે ટક્કર: મળતી માહિતી મુજબ, નેહા સિંહ રાઠોડ લોકસભા ચૂંટણી લડી શકે છે. તે બિહારથી આવે છે અને ઉત્તર-પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર મનોજ તિવારી સામે મેદાનમાં ઉતરી શકે છે. બુધવારે જ ભાજપે તેના બાકીના બે ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભાજપે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી યોગેન્દ્ર ચંદોલિયાને તક આપી છે, જ્યારે હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
મનોજ તિવારી પર સાધ્યું નિશાન: હાલમાં જ નેહા સિંહ રાઠોડ મુંબઈમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં પહોંચી હતી. ત્યારથી રાજકીય વર્તુળોમાં તેમના ચૂંટણી લડવાની અટકળો ચાલી રહી છે. તે ભૂતકાળમાં પણ પોતાના ગીતો દ્વારા ભાજપ પર નિશાન સાધતી રહી છે. યુપી વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે યોગી સરકારની ટીકા કરતી વખતે 'યુપી મેં કા બા' ગીત ગાયું હતું. તેમના આ ગીતને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ટ્વીટ કર્યું હતું. આ સિવાય નેહા સિંહ રાઠોડે ગીતો બનાવીને બેરોજગારી, મણિપુર હિંસા, કુસ્તીબાજોનું સમર્થન, ખેડૂતોનું આંદોલન અને વિપક્ષી નેતાઓ સામેની કાર્યવાહી પર પણ નિશાન સાધ્યું છે.