ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભગવંત માન તિહાર જેલમાં બંધ કેજરીવાલને મળ્યાં, એક કલાક વાતો કરી - Bhagwant Mann Meet Kejriwal - BHAGWANT MANN MEET KEJRIWAL

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલને મળ્યા હતાં. બંને મુખ્યમંત્રીઓ વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી.

ભગવંત માન તિહાર જેલમાં બંધ કેજરીવાલને મળ્યાં, એક કલાક વાતો કરી
ભગવંત માન તિહાર જેલમાં બંધ કેજરીવાલને મળ્યાં, એક કલાક વાતો કરી

By ETV Bharat Gujarati Team

Published : Apr 15, 2024, 1:33 PM IST

નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તિહાર જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. બપોરે 12 વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. આ બેઠક નિર્ધારિત સમય મુજબ થઈ હતી અને બંને મુખ્યમંત્રીઓએ લગભગ એક કલાક સુધી વાતચીત કરી હતી. શુક્રવારે સુરક્ષા બેઠક બાદ બેઠકનો દિવસ અને સમય રાખવામાં આવ્યો હતો.

મુલાકાતનું કારણ અકબંધ :બંને મુખ્યમંત્રીઓ વચ્ચે મુલાકાતનું કારણ શું છે અને તેમની વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થઇ તે અંગે હજુ સુધી માહિતી મળી નથી, જો કે છેલ્લા કેટલાક દિવસોમાં આપના ઘણા મંત્રીઓ અને નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમની પત્નીને પણ યોગ્ય રીતે મળવા દેવામાં આવી રહી નથી.

શુક્રવારે સુરક્ષા બેઠક યોજાઈ હતી : શુક્રવારે તિહાર જેલના ડીઆઈજી અને પંજાબ પોલીસ અધિકારીઓ વચ્ચે સુરક્ષા બેઠક યોજાઈ હતી. સુરક્ષા બેઠક 2 કલાકથી વધુ ચાલી હતી. નક્કી થયું કે 15 એપ્રિલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તિહાર જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે. જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર માત્ર ભગવંત માન જ સીએમ કેજરીવાલને મળી શકશે. આ બેઠક તિહાર જેલના મુખ્યાલયમાં 11 વાગ્યે યોજાઈ હતી.

સુરક્ષા એક મોટો મુદ્દો : તિહાડ જેલના જનસંપર્ક અધિકારી અરવિંદ કુમાર પાસેથી મળેલી માહિતી અનુસાર, બંને મુખ્યમંત્રીઓની બેઠક માટે સુરક્ષા એક મોટો મુદ્દો હતો, જેના માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક તિહાર જેલના ડીઆઈજી (જેલ) અને પંજાબ પોલીસના એડિશનલ જનરલ ડિરેક્ટર વચ્ચે થઈ હતી. જેમાં મુખ્યમંત્રીઓની સુરક્ષાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, ત્યારબાદ બેઠકની તારીખ નક્કી કરવામાં આવી હતી.

  1. ભગવંત માન અને સંજય સિંહ આજે કેજરીવાલને મળી શકશે નહીં, તિહાર જેલે નથી આપી મંજૂરી - Arvind Kejriwal In Jail
  2. તિહાર જેલમાં ફરી બગડી CM કેજરીવાલની તબિયત, જાણો શુગર લેવલ કેટલું વધ્યું ? - Arvind Kejriwal Health

ABOUT THE AUTHOR

...view details