બિહાર :તમે કોઈ મંદિરમાં જાઓ અને પ્રસાદ તરીકે લંગોટ મળે તો તમને કેવું લાગશે ? હા, આવું જ એક મંદિર બિહારમાં છે, જ્યાં ભગવાનને પ્રસાદ તરીકે લંગોટ ચઢાવવામાં આવે છે. આ મંદિરમાં માત્ર બિહાર જ નહીં પરંતુ અન્ય રાજ્યોના લોકો પણ લંગોટ ચઢાવે છે. બાબા મણિરામ અખાડાનું મંદિર બિહારના નાલંદા જિલ્લામાં બિહારશરીફની પંચાને નદીના કિનારે આવેલું છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ પ્રકારનું મંદિર ભારતમાં બીજે ક્યાંય જોવા નહીં મળે.
અનોખા મંદિરની અનોખી પરંપરા (ETV Bharat) અનોખા મંદિરની અનોખી પરંપરા :તમને જણાવી દઈએ કે લંગોટ બ્રહ્મચર્યનું પ્રતીક છે. ખાસ કરીને કુસ્તીબાજો લંગોટ કુસ્તી દરમિયાન પહેરે છે. બાબા મણિરામ પણ એક કુસ્તીબાજ હતા, જેમણે અખાડા દ્વારા સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો. બાબાએ કુસ્તી માટે અખાડો પણ બનાવ્યો હતો. બાબા મણિરામ અખાડા ટ્રસ્ટ કમિટીના ઉપાધ્યક્ષ અમરકાંત ભારતીનું કહેવું છે કે, બાબાએ અખાડા પરિસરમાં જ સમાધિ લીધી હતી. બાબાને લંગોટ ચઢાવવાની પરંપરા અહીં 1952માં શરૂ થઈ હતી.
લંગોટ જ પ્રસાદ છે અને લંગોટી જ ચડાવો (ETV Bharat) લંગોટ મેળો :પટનામાં આબકારી નિરીક્ષક કપિલદેવ પ્રસાદના પ્રયાસોથી 6 જુલાઈ, 1952ના રોજ બાબાની સમાધિ સ્થળ પર લંગોટ મેળો શરૂ કરવામાં આવ્યો હતો. અગાઉ રામનવમીના અવસર પર ભક્તો બાબાની સમાધિ પર પ્રાર્થના કરવા આવતા હતા. ત્યારથી દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસે અહીં સાત દિવસનો મેળો ભરાય છે. બાબાની કૃપા એટલી છે કે તેમના દરબારમાંથી કોઈ ખાલી હાથે પાછા નથી જતા. સાચા દિલથી કરેલી ઈચ્છા અવશ્ય પૂરી થાય છે.
બાબા મણિરામનો ઇતિહાસ (ETV Bharat) બાબા મણિરામનો ઇતિહાસ : ETV Bharat સાથે વાત કરતા અમરકાંત ભારતીએ કહ્યું કે, અહીં સૌથી મહત્વની બાબત એ છે કે નિઃસંતાન મહિલાઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળે છે. બાબા મણિરામ ઈ 1248 માં નાલંદા આવ્યા હતા. બાદમાં ઈ 1300 માં બાબાએ ભક્તોને શાંતિ અને સ્વાસ્થ્યનો સંદેશ આપીને સમાધિ લીધી. જાણકારોનું કહેવું છે કે બાબા અયોધ્યાથી ચાલીને અહીં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે, જો કોઈ વ્યક્તિ આ મંદિરમાં આવે અને સાચા મનથી માનતા માને, તો તે ચોક્કસપણે પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ ભક્તો બાબાને લંગોટ ચઢાવે છે.
બિહારના સુપ્રસિદ્ધ લંગોટવાળા બાબા (ETV Bharat) સનાતન ધર્મના પ્રચારક :અમરકાંત ભારતીએ જણાવ્યું કે, બાબાએ શહેરના દક્ષિણ છેડે પંચાને નદીના પિસ્તા ઘાટને પોતાનું પૂજાસ્થાન બનાવ્યું, હાલમાં આ સ્થળ ‘અખાડા પર’ના નામથી પ્રખ્યાત છે. જ્ઞાનની પ્રાપ્તિ અને વિસ્તારમાં શાંતિ રહે તે માટે બાબા જંગલમાં રહીને દેવી ભગવતીની પૂજા કરતા હતા. સાથે જ તેમણે લોકોને કુસ્તી પણ શીખવી, જેના માધ્યમથી સનાતન ધર્મનો પ્રચાર પણ કર્યો.
રાજકીય હસ્તીઓ નતમસ્તક થયા :પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહ, પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, બાબુ જગજીવન રામ, લાલકૃષ્ણ અડવાણી, સિકંદર બખ્ત સહિત અનેક દિગ્ગજ નેતાઓએ બાબાના દરબારની મુલાકાત લીધી છે. તમામ નેતાઓએ આ મંદિરમાં આવીને પૂજા-અર્ચના કરી અને માનતા પણ માની છે.
ઈન્દિરા ગાંધીની માનતા પૂર્ણ થઈ : બાબાના દરબારની બરાબર બાજુમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા પણ સ્થાપિત છે. આની પાછળ એક રસપ્રદ વાર્તા છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ અખાડા કમિટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા આ પ્રતિમાને ફૂલ અને હાર અર્પણ કરવામાં આવે છે. અમરકાંત ભારતીએ જણાવ્યું કે, આ સ્થળનો ઈતિહાસ ભારતના ત્રીજા વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો છે. ઈન્દિરા ગાંધીની માનતા પણ અહીં પૂરી થઈ છે.
- નવા ચૂંટાયેલા સાંસદ ધવલ પટેલ વતન પહોંચ્યા, કુળદેવીની પૂજા કરી જનતાનો પ્રેમ વધાવ્યો
- ડાકોરમાં ભાવિકોનું ઘોડાપૂર, કાળઝાળ ગરમી વચ્ચે પૂનમના દર્શને ઉમટ્યો આસ્થાનો જનસૈલાબ