આતિશી સરકારમાં આપ નેતા કૈલાશ ગહલોતે લીધા મંત્રી પદના શપથ
હું આતિશી.... દિલ્હીના મુખ્યપ્રધાન પદે આતિશીએ લીધા શપથ - ATISHI OATH CEREMONY
Published : Sep 21, 2024, 3:05 PM IST
|Updated : Sep 21, 2024, 5:36 PM IST
નવી દિલ્હી :આજનો શનિવારનો દિવસ આમ આદમી પાર્ટીના નેતા આતિશી માટે મહત્વપૂર્ણ દિવસ બની ગયો છે. આજે આતિશી માર્લેનાએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમની સાથે પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લીધા છે. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યાં છે. બરાબર સાંજે 4:30 કલાકે દિલ્હીના રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થયો હતો. જેમાં આતિશી મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતાં. તેમની સાથે 5 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા હતાં. મહત્વપૂર્ણ છે કે, દિલ્હીમાં મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીઓની છ જગ્યા ખાલી છે. હાલમાં દિલ્હી સરકારની કેબિનેટમાં માત્ર પાંચ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ રહ્યાં છે. ઉપરાંત સુલતાનપુર માજરાથી ધારાસભ્ય મુકેશ અહલાવતને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
LIVE FEED
આતિશી સરકારમાં આપ નેતા કૈલાશ ગહલોતે લીધા મંત્રી પદના શપથ
પદનામીત મુખ્યમંત્રી આતિશીએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત આતિશી અને AAP નેતાઓએ શપથ ગ્રહણ સમારોહ પહેલા પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.
આતિશીએ કાલકાજી સ્થિત પોતાના આવાસથી થઈ રવાના
દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન પદે પસંદગી પામેલા આતિશી કાલકાજી સ્થિત તેમના નિવાસસ્થાનથી રવાના થયા છે. આજે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી રહ્યાં છે.