નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી આતિષીએ ભારતીય જનતા પાર્ટી અને ઈડી પર જોરદાર નિશાન સાધ્યું છે. આતિશીએ કહ્યું કે જો ઈડી એક સ્વતંત્ર તપાસ એજન્સી છે તો તેણે દેશને પાંચ સવાલોના જવાબ આપવા જોઈએ. આતિશીએ ઈડી ને પાંચ પ્રશ્નો પૂછ્યા છે. આતિશીએ કહ્યું કે 21 માર્ચ, 2024ના રોજ દારૂ નીતિ કૌભાંડ કેસમાં મની ટ્રેલના મજબૂત પુરાવા સામે આવ્યા છે.
મની ટ્રેલને લઇ ભાજપ પર આક્ષેપ : આતિશીએ પૂછ્યું કે નક્કર પુરાવાના આધારે ઈડીએ છેલ્લા 16 દિવસમાં કેટલા સમન્સ જારી કર્યા. ઈડીએ કેટલા દરોડા પાડ્યા? ઈડીએ કેટલી ધરપકડ કરી? તેમણે આરોપ લગાવ્યો અને કહ્યું કે ઈડી એ કંઈ કર્યું નથી કારણ કે આ મની ટ્રેલ દારૂના વેપારી શરદ રેડ્ડી પાસેથી ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જઈ રહી હતી.
આતિશીએ ઈડીને 5 પ્રશ્નો પૂછ્યા છે :
1. છેલ્લા 16 દિવસમાં દક્ષિણના દારૂના વેપારીઓ પાસેથી ભારતીય જનતા પાર્ટીને 55 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હોવાના મજબૂત પુરાવા છે. આ અંગે ઈડીએ શું તપાસ કરી? કેટલા સમન્સ મોકલવામાં આવ્યા છે, કેટલા દરોડા પાડવામાં આવ્યા છે અને કેટલી ધરપકડ કરવામાં આવી છે.
2. જ્યારે તમે ઘણા AAP નેતાઓની માત્ર મની ટ્રેઇલની શંકાના આધારે ધરપકડ કરી હતી. કોર્ટમાં કહ્યું કે AAPને આરોપી બનાવવામાં આવશે. જ્યારે દક્ષિણના દારૂના વેપારીઓ પાસેથી 55 કરોડ રૂપિયાનું મની ટ્રેલ ભાજપ પાસે જઈ રહ્યું છે, તો ઈડી ક્યાં સુધી ભાજપને આરોપી બનાવશે?