અમદાવાદ :આજે 28 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આપને વર્તન અને વાણીમાં થોડા સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે આપ અતિશય સંવેદનશીલ અને લાગણીશીલ રહો અને તેની અસર સંબંધો પર પડી શકે છે. કોઇકનાં વચનોથી આપને મનદુ:ખ થાય અને આપની લાગણી દુભાય તેવી સંભાવના હોવાથી મન મોટું રાખવું. માતાની તંદુરસ્તી માટે તમારે તેમની સેવા કરવી પડશે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ છે. આજે માલમિલકત સંબંધી દસ્તાવેજો કરવા અનુકૂળ દિવસ નથી. આપના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. આજે સ્ત્રી મિત્રો કે પાણીથી દૂર રહેવા પ્રયત્ન કરવો. એકંદરે દિવસ માનસિક અસ્વસ્થતા અને બેચેનીભર્યો રહે.
વૃષભ:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપની ચિંતા ઓછી થતા આપ હળવાશ અનુભવશો. આપનું મન લાગણીઓથી ભરપૂર રહેશે. આપની સર્જનશીલતા અને કલ્પનાશક્તિમાં પણ વધારો થશે. કલા અને સાહિત્યમાં આપ આપની કુશળતા બતાવી શકશો. માતા તેમજ પરિવારના બધા જ સભ્યો સાથેની આપની નિકટતામાં વધારો થશે. ટૂંકા પ્રવાસ થઇ શકે. આપે આર્થિક બાબતો અંગે સાવચેત રહેવું પડશે. આપનો દિવસ આનંદમાં પસાર થશે તેમ જણાઈ રહ્યું છે.
મિથુન:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપના નક્કી કરેલા કાર્યો છેવટે પૂર્ણ થતા હવે આપ ખુશી અનુભવી શકશો તેમ જણાઈ રહ્યું છે. આર્થિક યોજનાઓ પણ હવે સરળતાથી પાર પડી શકશે. વ્યવસાય કે નોકરીમાં સુમેળ રહેશે અને સહકર્મચારીઓની મદદ મળી રહેશે. આપ મિત્રો અને સ્નેહીઓને મળી ખુશી પ્રાપ્ત કરી શકશો. આપના પરિવારમાં પણ ખુશહાલ વાતાવરણ હશે.
કર્ક: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ મિત્રો અને પરિવારજનો સાથે આનંદમાં પસાર કરી શકશો, તેઓ આપને ભેટ સોગાદ આપી વધુ ખુશ કરશે. હરવા-ફરવાનાં અને સ્વાદિષ્ટ ભોજન માણવાનાં પણ યોગ છે. કોઇ સારા સમાચાર મેળવી શકશો. નાણાંકીય લાભ થાય. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બને. શરીર અને મનમાં સ્ફૂર્તિ તેમજ તાજગી અનુભવાશે તેમ જણાઈ રહ્યું છે.
સિંહ: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે કાનૂની બાબતોમાં ન પડવું હિતાવહ છે તેમ જણાઈ રહ્યું છે. આપ માનસિક ચિંતા અને બેચેનીનો અહેસાસ કરશો. આવી સ્થિતિમાં આધ્યાત્મિક વિચારો અને વિદ્વાન લોકો સાથે ચર્ચા અથવા માત્ર તેમનો સંગાથ કરવાથી પણ તમને સકારાત્મકતાનો અહેસાસ થશે. કામના ભારણની સાથે સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાની સલાહ છે. પારિવારિક અને વ્યવાસાયિક જીવન વચ્ચે સંતુલન સાધવાની કળા શીખવી પડશે. સંયમિત વાણી અથવા મૌન આજે આપનું હથિયાર બની જશે. લાગણીનું પ્રમાણ વધુ રાખવાના બદલે તટસ્થ વલણ અપનાવીને કોઈપણ નિર્ણય લેવાની સલાહ છે. કોઇની સાથે ગેરસમજ હોય તો ચર્ચા દ્વારા દૂર કરી શકો છો.
કન્યા: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપ અનેક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા અને સન્માન મેળવી શકશો. આપને સ્ત્રી મિત્રોથી ફાયદો થશે. મિત્રો અને વડીલો સાથે આપનો સમય ખુશીમાં પસાર થશે. આપ ફરવા જવાનું વિચારી શકો. સંતાન અને પત્ની તરફથી પણ ખુશી મળે. આપને લગ્નજીવન સુખસંતોષમય રહેશે. સંતાનો તરફથી સારા સમાચાર મળે. પ્રિયપાત્રને મળવાનું થઇ શકે.
તુલા:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે ઘર અને ઓફિસમાં સારું વાતાવરણ મળવાને કારણે આપ ખુશ હશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી કરતા લોકો ઉચ્ચ પદ મેળવી શકશે. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે. આપના પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. માતા તરફથી ફાયદો થઇ શકે. સરકારને લગતા કામકાજમાં સફળતા મેળવી શકશો.
વૃશ્ચિક:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે શરીરમાં સુસ્તી અને કંટાળાના કારણે ઉત્સાહનો અભાવ વર્તાય. તેની અસર આપના કામ પર પડે નહીં તેનું ધ્યાન રાખવાની સલાહ છે. શક્ય હોય ત્યાં સુધી આ સમયમાં તમે મન પ્રફુલ્લિત રહે તેવી પ્રવૃત્તિઓમાં વધુ રસ લેજો. ઉચ્ચ અધિકારીઓ આપના માટે સાનુકૂળ નહીં હોય માટે મહત્વની ચર્ચા ટાળવી. સંતાનો સાથે અણબનાવ ટાળવા માટે પોતાની જીદ કે વિચારો તેમના પર લાદવાનો પ્રયાસ કરવાનું ટાળજો. અગત્યના નિર્ણયો લેવા માટે બીજાની મદદ લેવી પડશે.
ધન: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ નવું કામ શરૂ કરવા માટે યોગ્ય નથી પરંતુ વર્તમાન કાર્યોમાં જો વધુ ખંત અને કટિબદ્ધતા સાથે આગળ વધશો તો અપેક્ષિત સમયમાં પાર પડવાની શક્યતા છે. આપે આરોગ્યની પણ સંભાળ લેવી પડશે. ખાસ કરીને શરદી, ખાંસી કે પેટની તકલીફો થઇ શકે. કોઇ ઓપરેશન કરાવવા માટે પણ દિવસ યોગ્ય નથી. આપનાં મનમાં ચિંતા અને બેચેની રહેતી હોય તો આધ્યાત્મિક બાબતોમાં ધ્યાન આપો અથવા દેવસ્થાનની મુલાકાત લેવાથી સ્થિતિ બહેતર થઈ જશે. અચાનક આવતા ફેરફારો માટે તમારા મનને તૈયાર કરવું પડશે. આપના ખર્ચનું પ્રમાણ વધશે. બોલવામાં સંભાળવું પડશે.
મકર: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. રોજિંદા કાર્યો બાજુ પર મૂકીને આજે આપ મનોરંજન તેમજ મિલન મુલાકાતોમાં આપનો સમય ફાળવશો. ઉત્તમ ભોજન, પ્રવાસ, પર્યટન, મિત્રો સાથે ખાસ કરીને વિજાતીય મિત્રો સાથેની પ્રવૃત્તિઓમાં આપનો દિવસ ખુશખુશાલ પસાર થશે. પ્રબળ ધનલાભના યોગ છે. આપના વેપારમાં વૃદ્ધિ થાય, ભાગીદારોથી લાભ થાય. દલાલી, કમિશન, વ્યાજ વગેરેની આવકથી નાણાની છૂટ રહે. જાહેર જીવનમાં માન પ્રતિષ્ઠા વધે. કાર્યોમાં સફળતા સાથે તંદુરસ્તી જળવાય.
કુંભ: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ કામમાં સફળતા મેળવવા માટે ઘણો સારો છે. આપના કામની કદર થશે. કુટુંબમાં શાંતિ અને સુમેળ જળવાશે. આપને તન મનમાં તાજગી જણાશે. નોકરી અને કામકાજમાં સહકર્મચારીઓની મદદ આપને મળી રહેશે. મોસાળમાંથી શુભ સમાચાર મળે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. બિમારી વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે.
મીન:ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપની કલ્પનાશક્તિ વધુ નિખરશે અને આપ સાહિત્ય સર્જન કરી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. આપના સ્વભાવમાં લાગણીનું પ્રમાણ વધુ રહેશે. પેટની તકલીફ અને માનસિક થોડીઅસ્વસ્થતા અનુભવાશે માટે સાચવજો. આપે મનને સ્થિર રાખવું પડશે. પ્રેમીજનો માટે પણ સમય સારો છે.