અમદાવાદ :આજે 10 જાન્યુઆરી, ગુરુવારના રોજ ચંદ્ર મીન રાશિમાં છે. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.
મેષ:આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે ધનખર્ચની શક્યતા જણાઈ રહી છે. તેથી સંભાળીને ખર્ચ કરવાની તેમની સલાહ છે. કોઇની સાથે આર્થિક વ્યવહાર બહુ સાવચેતીપૂર્વક કરવા. સામાન્ય વાતચીત વાદવિવાદમાં ન ફેરવાઇ જાય તેનું ધ્યાન રાખવું. આપની વાણીથી મિત્રો કે પરિવારજનોનું મન ન દુભાય તેનું ધ્યાન રાખવું. તબિયતની વધુ કાળજી લેવાની સલાહ છે. ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. ટૂંકમાં, આજનો દિવસ મધ્યમ રહેશે.
વૃષભ:આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. વર્તમાન દિવસ શુભફળદાયક હોવાનું જણાઈ રહ્યું છે. આપની રચનાત્મક અને કલાત્મક શક્તિ નીખરી ઉઠશે. મન દ્વિધાયુક્ત હોવાના કારણે આપ ખંતથી કામ કરી શકશો અને જવાબદારીઓ ખૂબ સારી રીતે અદા કરી શકશો. આર્થિક આયોજન સફળતાપૂર્વક કરી શકશો. મોજશોખની વસ્તુઓ અને મનોરંજન પાછળ ખર્ચ્ થશે. પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.
મિથુન: આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આપને વાણી અને વર્તનમાં કોઇની સાથે ગેરસમજ ના થાય તે માટે તમારા શબ્દોમાં સ્પષ્ટતા રાખવી અને શક્ય હોય ત્યાં સુધી પોતાની વાત ટૂંકમાં પતાવવી. પરિવારજનો સાથે પ્રેમ અને હૂંફની લાગણી વધારવાની સલાહ છે. અતિશય ઉતાવળ ટાળવી જેથી અકસ્માતથી બચી શકો. આપની પ્રતિષ્ઠા માટે તમારે વધુ પ્રયાસ કરવા પડે. મનોરંજન અને મોજશોખમાં ખર્ચ થઇ શકે છે. આપે માનસિક શાંતિ રાખવાની જરૂર છે.
કર્ક:આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપને અચાનક ધનલાભ થઇ શકે તેમજ મિત્રો, સગાઓ અને સ્નેહીજનો સાથે આપનો દિવસ આનંદ અને રોમાંચથી ભરપૂર બની રહેશે તેમ જણાઈ રહ્યું છે. આપની આવકમાં વધારો થઇ શકશે. વેપારીઓ ધંધામાં લાભકારક લેવડદેવડ અને સોદા કરી શકશે. પુત્ર અને પત્નીથી પણ ફાયદો થઇ શકે. પ્રવાસના યોગ છે. લગ્નોત્સુક પાત્રોના લગ્ન થઇ શકશે. સ્વાદિષ્ટ ભોજન અને સાંસારિક સુખ માણી શકશો.
સિંહ:આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી દશમ ભાવમાં છે. આપના કાર્યોમાં વિલંબ થશે છતાં કામ સફળતાથી પાર પડશે. ઘરમાં અને ઓફિસમાં જવાબદારી વધી જશે. જીવન વધુ ગંભીર બનતું જણાશે. નવા સંબંધો કે કાર્યો અંગે મહત્વના નિર્ણયો હમણાં ન લેશો. પિતા સાથે મતભેદ થઇ શકે. સારા પ્રસંગના આયોજન માટે પણ સમય અનુકૂળ જણાતો નથી.
કન્યા: આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી નવમ ભાવમાં છે. આપને શારીરિક સુસ્તી અને માનસિક કંટાળો દૂર કરીને નવા ઉત્સાહ અને ઉર્જા સાથે આગળ વધવાની સલાહ છે. સંતાનોને પોતાની વાત મનાવવા માટે આદેશના બદલે સમજાવટનો માર્ગ અપનાવજો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે પણ પણ સૌમ્ય વર્તન અને વાણી સાથે સહકારપૂર્વક આગળ વધવું. રાજકીય બાબતોમાં કોઇ સમસ્યાઓથી બચવા માટે ખોટા કાર્યોથી દૂર રહેવું. ધાર્મિક પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ થઇ શકે. સહોદરો દ્વારા લાભ થવાની પણ શક્યતા છે.
તુલા:આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપને નવા કાર્યોની શરૂઆત ન કરવાની સલાહ આપવામાં આવે છે. વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો હિતાવહ છે. રાગદ્વેષથી દૂર રહેવું તેમજ હિતશત્રુઓથી સાવઘાન રહેવું. તંદુરસ્તીની સંભાળ રાખવી. આકસ્મિક ધનલાભ થાય. રહસ્યમય બાબતો અને ગૂઢવિદ્યા તરફ આકર્ષણ અનુભવો. આધ્યાત્મિક સિદ્ધિ મેળવવા માટે ઉત્તમ સમય છે. બની શકે તો પાણી અને સ્ત્રીથી દૂર રહેવું. ઊંડી ચિંતનશક્તિ દ્વારા મનની શાંતિ મેળવી શકશો.
વૃશ્ચિક:આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપનો આજનો દિવસ રોજીંદી ઘટમાળથી કંઇક જુદી રીતે પસાર થાય. આજના દિવસે પોતાના માટે સમય ફાળવી શકશો. મિત્રો સાથે હરવુંફરવું, મોજમજા અને મનોરંજન, નાની મુસાફરી કે પર્યટન, ઉત્તમ ભોજન અને વસ્ત્ર પરિધાનથી આપ આજે ખૂબ આનંદમાં રહેશો. જાહેર માનસન્માન મળે. માન આબરૂ વધે, વાહનસુખ પ્રાપ્ત થાય. વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયજન સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહે. લગ્નસુખનો ભરપૂર આનંદ માણી શકશો.
ધન:આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજે આપને નાણાંકીય લાભ મળવાની શક્યતા હોવાનું જણાઈ રહ્યું છે. પરિવારમાં સુખશાંતિ અને આનંદ પ્રવર્તશે. નોકરિયાત વર્ગને નોકરીમાં લાભ અને સહકર્મીઓનો સહકાર મળશે. હાથ નીચેના માણસોનો સાથ સહકાર મેળવી શકશો. કાર્યમાં સફળતા અને યશ મળે. તંદુરસ્તી સારી રહે. મોસાળપક્ષ તરફથી સારા સમાચાર મળે. શત્રુઓ અને હરીફોને મ્હાત કરી શકશો. સંયમિત વાણીથી અનર્થ સર્જાતા અટકશે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય.
મકર: આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી પંચમ ભાવમાં છે. આપને માનસિક અજંપો અને મુંઝવણ ટાળવા માટે આજે તમે નિયમિત કામકાજમાંથી થોડો વિરામ લઈને મનપસંદ પ્રવૃત્તિઓમાં રુચિ લો અને મન હળવું કરો તેવી સલાહ છે. અગત્યના નિર્ણયો લેવા માટે આજનો દિવસ અનુકૂળ નથી. સંતાનોની બાબતો અથવા તેમને લગતા કાર્યો તમને વધુ વ્યસ્ત રાખશે. કામમાં સફળતા મેળવવા માટે વધુ પરિશ્રમની તૈયારી રાખવી. પેટની તકલીફો હોય તેમણે સ્વાસ્થ્ય વધુ સંભાળવું. પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળજો.
કુંભ:આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આરોગ્યની કાળજી લેવી પડશે. હિતશત્રુઓ આપનું અહિત કરવાના પ્રયાસો કરશે પરંતુ ફાવી શકે તેમ નથી. મનમાંથી અજંપો અને સુસ્તી દૂર કરીને ખાસ કરીને પરિવારના સભ્યો સાથે આત્મીયતાથી રહેશો તો ભાવિ ઘર્ષણની સ્થિતિ અગાઉથી જ ટાળી શકશો. સમયસર ભોજન અને પૂરતી ઉંઘ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવાની સલાહ છે. જાહેર જીવનમાં વધુ પડતો ભાગ લેવાનું ટાળવાની સલાહ છે.
મીન: આજે વૃષભ રાશિમાં ચંદ્રનું ભ્રમણ થઇ રહ્યું છે. ચંદ્ર આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે નવા કામની શરૂઆત કરી શકશો. સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. માનસિક સ્વસ્થતા સાથે નિર્ણયો લઇ શકશો. વિરોધીઓ સામે આપની જીત થશે. કોઈ સાથે લાગણીના તાંતણે આપ બંધાશો. આપના નસીબ ઉઘડશે. સ્વજનોને મળીને તેમજ માન-પાન મેળવીને આપ ખુશ રહેશો.