ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને નવા કાર્યોના આયોજન કે કાર્યારંભ માટે શુભ સમય છે - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2024, 5:00 AM IST

અમદાવાદ :આજે 09 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે આપને ગુસ્‍સાને કાબૂમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે, આ ગુસ્‍સો આપના કાર્યો અને સંબંધો પણ વિપરિત અસર પાડી શકે છે. આજે મનમાં થાક, બેચેની અને કંટાળાના કારણે આપને કોઇ કામ કરવાની સ્‍ફુરણા ન થાય. તબિયતની વિશેષ કાળજી લેવી પડશે. આજે કોઇક ધાર્મિક સ્‍થળે જવાનું આયોજન શક્ય બને. કોઇક ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં આપની હાજરી રહે એવું બને.

વૃષભ: ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. કાર્યસફળતામાં વિલંબની શક્યતા હોવાથી સમયસર અને સારી રીતે કામ પાર પાડવા માટે અગાઉથી શિડ્યુલ બનાવજો. તબિયત સારી ન રહેતાં કામમાં મન ન લાગે અને સમયસર આપનું કામ પૂરું ન થતાં મનથી પણ આપ બેચેન રહો. આજે કોઇ નવા કામની શરૂઆત કરવાની હોય તો મુલતવી રાખવાની સલાહ છે. પેટને માફક ના આવે તેવો ખોરાક ન લેવો. વધુ પડતો કામનો બોજ રહે જેથી થાક લાગે. આજે પ્રવાસમાં વિલંબ અને અવરોધોની શક્યતા રહેશે માટે પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. આવા સમયે યોગ, ધ્‍યાન અને આધ્યાત્મિકતાનો સહારો લેવો.

મિથુન:ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ ખૂબ આનંદપ્રમોદ અને મોજશોખમાં પસાર થશે. આજે આપ તનમનથી તાજગી અનુભવશો. મિત્રો કે કુટુંબના સભ્‍યો સાથે બહાર ફરવા જવાનો કે પ્રવાસ પર જવાનો પ્રસંગ બને. મિષ્‍ટાન્‍નયુક્ત શ્રેષ્‍ઠ ભોજનનો આસ્‍વાદ માણો. નવા વસ્ત્રોની ખરીદી કરો. વાહનસુખનો યોગ છે. વિજાતીય પાત્રો સાથેની મુલાકાતથી આનંદ થાય. આપનું જાહેરમાં સન્‍માન થાય તેમજ આપની લોકપ્રિયતા વધે. દાંપત્‍યસુખથી સંતુષ્‍ટ રહો.

કર્ક:ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે નોકરિયાત વર્ગને માટે લાભદાયક હોવાનું જણાઈ રહ્યું છે. ઓફિસમાં તેમજ સહકર્મચારીઓનો સારો સાથ સહકાર મળી રહેશે. પરિવારમાં આપ સ્‍વજનો સાથે સંપૂર્ણ સુખ અને આનંદપૂર્ણ રીતે સમય પસાર કરી શકો. માનસિક રીતે પણ આપ સંપૂર્ણ સ્‍વસ્‍થ હશો. પ્રતિસ્‍પર્ધીઓ પર વિજય મેળવી શકશો. કાર્યમાં યશપ્રાપ્તિ થાય. સામાન્‍ય ખર્ચ વધુ રહેશે. સ્‍ત્રીમિત્રો સાથે મિલનથી આનંદ અનુભવશો.

સિંહ:ચંદ્ર આજે ૦૯ ઓક્ટોબર, ૨૦૨૪ બુધવારના દિવસે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ સર્જનાત્‍મક પ્રવૃત્તિ અને કલાસાહિત્‍ય અંગેની પ્રવૃત્તિઓમાં વીતશે. વિદ્યાર્થીઓ પોતાનો ઉત્‍કૃષ્‍ટ દેખાવ અભ્‍યાસમાં કરી શકશે. પ્રિયપાત્ર સાથે મિલન- મુલાકાત થાય. સ્‍ત્રી મિત્રોનો સાથ સહકાર સાંપડે. શરીર સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. ગુસ્‍સાની લાગણી પર કાબૂ રાખવો. મનની એકાગ્રતા સાધી શકાશે.

કન્યા: ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો વર્તમાન દિવસ આંશિક પ્રતિકૂળતાભર્યો રહેવાની સંભાવના જણાઈ રહી છે. આજે તનની સ્‍વસ્‍થતા રહે પરંતુ મન ચિંતાગ્રસ્‍ત રહેશે. પાણીજન્ય બીમારીઓ અને જળાશયથી સંભાળવાનું રહેશે. સ્‍ત્રી સાથે મનદુ:ખ કે અબોલા ટાળવા માટે વાણી અને વર્તનમાં પારદર્શકતા વધારજો. આપ્‍તજનો સાથે મનદુ:ખની ઘટના ટાળવી. માતાની સેવા કરવાથી ફાયદો થશે. જમીન- મિલકતના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી.

તુલા: ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ આપના માટે આનંદદાયક હોવાનું લાગે છે. માનસિક પ્રસન્‍નતા રહે. સહોદરોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થાય. ધાર્મિક પ્રવાસ- પર્યટનનો આનંદ માણી શકો. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપી જશે. લાગણીભર્યા સંબંધો આપને ભીંજવી જશે.

વૃશ્ચિક: ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજે પરિવારને કલેશયુક્ત રાખવા માટે આપે જીભ પર કાબૂ રાખવો પડશે. આપનું વર્તન પણ કોઇને મનદુ:ખ પહોંચાડી શકે છે. તેથી તે બાબત ખાસ ધ્‍યાન રાખવું. આપના મન પર નકારાત્‍મક વિચારો પ્રભુત્‍વ ન જમાવે તેનો ખ્‍યાલ રાખવો. શારીરિક તંદુરસ્‍તી પણ નરમ રહેવાની શક્યતા છે. ચિત્તમાં ગ્‍લાનિનો અનુભવ થઈ શકે છે માટે ધૈર્ય રાખવું. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં મહેનત વધારવી પડશે.

ધન: ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આજના દિવસે આપના ધાર્યા કામ સુપેરે પાર પડશે. તન અને મનની સ્‍વસ્‍થતા આપના સમગ્ર વ્‍યક્તિત્‍વને પ્રફુલ્લિત રાખશે. મુસાફરી માટેની વિશેષ કરીને કોઇ યાત્રા સ્‍થળે પ્રવાસની શક્યતાઓ જણાય છે. સ્‍વજનોના મિલનથી મન આનંદિત રહે. પરિવારના નિકટના સગાં સ્‍નેહીને ત્‍યાં શુભ પ્રસંગે હાજરી આપવાનું બને. દાંપત્‍યજીવનમાં આનંદ રહેશે. યશકીર્તિ વધશે.

મકર: ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. શરીર અને મનની સ્‍વસ્‍થતા આજે રહે. આપને આરોગ્‍ય સંબંધમાં આંશિક ફરિયાદ રહેશે પરંતુ થોડુ ધ્યાન આપવાથી સ્વસ્થતા આવી જશે. વ્‍યવસાયના કાર્યોમાં સરકારની દરમ્‍યાનગીરી વધશે માટે કાયદા વિરોધી કોઈ પગલું ભરવું નહીં. ધાર્મિક સામાજિક કાર્યો પાછળ નાણાંનો ખર્ચ થાય. સગાં- સંબંધી મિત્રો સાથે ઓછો સમય વિતાવી શકો. આજે આપનું વલણ આધ્યાત્મિકતા તરફ વધારે રહે. કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે. વાણી પર સંયમ રાખવો.

કુંભ: ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં મળનારા વિવિધ લાભોથી આપનો આનંદ દ્વિગુણિત બનશે. નવા કાર્યોના આયોજન કે કાર્યારંભ માટે શુભ સમય છે. ‍ ઉપરી અધિકારીઓ આજે આપના પર વિશેષ મહેરબાન રહે. વેપારીઓને વેપારમાં લાભ થશે. સામાજિક ક્ષેત્રે નામના મેળવો. સંતાનો સાથે સુમેળ રહેશે. આવકમાં વધારે થશે. પ્રવાસ- પર્યટનનું આયોજન થશે.

મીન:ચંદ્ર આજે ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર ભ્રમણ કરી રહ્યો છે. આપનો આજનો દિવસ શુભ ફળ આપનાર નીવડશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપને સફળતા મળે અને ઉપરી અધિકારીઓ આપના પર ખુશ રહેશે. જેના કારણે આપ અત્‍યંત પ્રસન્‍ન રહેશો. વેપારમાં આવક વૃદ્ધિ થાય અને ઉઘરાણીના નાણાં છૂટા થાય. વડીલ વર્ગ અને પિતા તરફથી ફાયદો થાય. આર્થિક ધનલાભ થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. ઉચ્‍ચ હોદ્દો મળે.

ABOUT THE AUTHOR

...view details