મુંબઈ: મહારાષ્ટ્રની પંદરમી વિધાનસભા ચૂંટણી માટે થયેલા મતદાનની ગણતરી ચાલી રહી છે. સામે આવી રહેલા શરૂઆતના પરિણામોના વલણમાં ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે નજરે પડી રહી છે. આ દરમિયાન ભાજપ પ્રદેશ કાર્યાલયની બહાર મોટા પ્રમાણમાં ઉત્સવની તૈયારીઓ કરી લેવામાં આવી છે. સાથે જ રાજધાની દિલ્હીમાં પણ ઉત્સવની તૈયારી ચાલી રહી છે. ત્યાં ભાજપના મુખ્ય કાર્યાલયમાં જલેબીઓ તળાઈ રહી છે.
જેમ-જેમ ચૂંટણીના પરિણામના વલણ સામે આવી રહ્યા છે, ભાજપ અને એનડીએ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ભાજપ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(અજીત પવાર) અને શિવસેનાના ગઠબંધન મહાયુતિએ સાથે મળીને ચૂંટણી લડી છે. મહા-ગઠબંધનના ઘટક દળ ભાજપે પહેલા જ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, રાજ્યમાં બહુમત સાથે મહાયુતિની સરકાર બનશે. મહાગઠબંધનમાં મુખ્યમંત્રી કોણ બનશે એ મુદ્દે હાલ કોઈ નિર્ણય નથી થયો. જો કે, ભાજપે વધુ બેઠકો ઉપર ચૂંટણી લડી છે, એટલે ભાજપ મુખ્યમંત્રી પદનો દાવો કરી રહ્યો છે.
ભાજપે કર્યો જીતનો દાવો: મતગણતરી પહેલા ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, "અમને વિશ્વાસ છે કે બંને રાજ્યો (મહારાષ્ટ્ર અને ઝારખંડ)માં એનડીએની પૂર્ણ બહુમતીની સરકાર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દૂરંદેશીને પરિણામે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં રાહુલ ગાંધીની સાંપ્રદાયિક રાજનીતિ, વિભાજનકારી રાજનીતિને ખાતાં કરી દેશે."
શિવસેના UBTને પણ જીતની આશા: બીજી તરફ, શિવસેના(UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા મહા વિકા અઘાડીને જિતાડશે. અમને ફરીથી પૂર્ણ બહુતત મળશે. જે રીતે મહારાષ્ટ્રે અઢી વર્ષમાં ભ્રષ્ટાચાર, લૂંટ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધ, ખેડૂતોની સમસ્યાઓ જોઈ અને જે રીતે દિલ્હીમાં સરકાર ચલાવવાની કોશિશ કરવામાં આવી, મહારાષ્ટ્રે પણ એ જોયું. અમારી જીત નક્કી છે.
આ પણ વાંચો:
- લાઈવ Live Updates: મહારાષ્ટ્રમાં મહાયુતિ 149 બેઠકો પર અને MVA 61 બેઠકો પર આગળ, ઝારખંડમાં ઈન્ડિયા ગઠબંધન 22 અને NDA 13 બેઠકો પર આગળ
- વાયનાડ પેટાચૂંટણી પરિણામ 2024: પ્રિયંકા ગાંધી વાયનાડ લોકસભા સીટથી 116321 મતોથી આગળ