નવી દિલ્હી : યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (UIDAI) આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા ત્રણ મહિના માટે વધારી દીધી છે. 10 વર્ષથી વધુ જુના ઈશ્યુ કરાયેલા આધાર કાર્ડ જેમાં માન્ય વિગતો નથી, તેને અપડેટ કરવું પડશે. જેની સમયમર્યાદા વધારીને 14 ડિસેમ્બર, 2024 કરવામાં આવી છે. આ પછી મફત સેવાઓ બંધ થઈ જશે અને કોઈપણ ફેરફાર કરવા પર 50 રૂપિયાનો દંડ લાગશે.
આધાર કાર્ડ અપડેટ :આધાર કાર્ડ અપડેટ કરવા માટે લોકોને ઓળખનો પુરાવો અને સરનામાંના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર છે. આધાર કાર્ડ દેશની પ્રાથમિક ઓળખ બની ગયું છે. આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ કરી શકાય છે. સાથે જ બાયોમેટ્રિક વિગતોમાં ફેરફાર માટે તમારા નજીકના UIDAI કેન્દ્ર/આધાર સેવા કેન્દ્ર પર બદલી શકાય છે.
આધાર કાર્ડ ઓનલાઇન કેવી રીતે અપડેટ કરશો :
- UIDAI વેબસાઇટની મુલાકાત લો, તમારા આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
- આગળ વધવા માટે તમે તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો.
- આધાર અપડેટ વિકલ્પ પર ક્લિક કરો, જે તમને તમારી તમામ બાયોમેટ્રિક અને વસ્તી વિષયક વિગતો બતાવશે.
- જો બધી માહિતી સાચી હોય, તો તમે "હું ચકાશું છું કે ઉપરની વિગતો સાચી છે" વિકલ્પ પર ક્લિક કરી શકો છો.
- જો આધારકાર્ડ અપડેટ નથી, તો તમે જે વિગતો બદલવા માંગો છો તે પસંદ કરી શકો છો.
- વિગતો બદલવા માટે તમે સહાયક દસ્તાવેજો અપલોડ કરી શકો છો અને ફેરફાર માટે વિનંતી સબમિટ કરી શકો છો.
- તમને 14 અંકોની વિનંતી ટ્રેકિંગ નંબર આપવામાં આવશે. જેનો ઉપયોગ વિનંતીની પ્રગતિ તપાસવા માટે કરી શકો છો.
જૂના આધાર કાર્ડના કિસ્સામાં, જેની સાથે અન્ય ફોન નંબર લિંક થયેલ હોઈ શકે છે, તમારે તમારા નજીકના આધાર નોંધણી કેન્દ્રની મુલાકાત લેવી પડશે, કારણ કે તે ઓનલાઇન અપડેટ કરી શકાતું નથી.
- શું તમે બેંક બચત ખાતામાં આ પ્રકારના ટ્રાન્ઝેકશન કરો છો? તો સાવચેત!
- હિંડનબર્ગે SEBI ના ચેરપર્સન પર ફરી એક વખત ગંભીર આરોપ લગાવ્યા