મુંબઈ: કાર ચલાવતા સમયે આગળની સીટમાં નાના બાળકને બેસાડવું જીવલેણ સાબિત થઈ શકે છે. મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કારની આગળની સીટ પર બેઠેલા છ વર્ષના છોકરા હર્ષ અરેઠિયાનું બે કારની સામાન્ય અથડામણ બાદ એરબેગથી અથડાઈને મોત થઈ ગયું.
હકીકતમાં રોડ પર જતી કાર ડિવાઈર સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. ત્યારે પાછળથી આવતી કાર તેની સાથે અથડાઈ હતી. જેના કારણે કારની એરબેગ ખુલી જતા આગળ બેઠેલા 6 વર્ષના બાળકને જોરદાર ધક્કો લાગ્યો હતો અને તેને ઈજા પહોંચી હતી.
પોલીસે શું જણાવ્યું?
વિગતો મુજબ, મહારાષ્ટ્રના વાશી વિસ્તારમાં પોલીસના જણાવ્યા અનુસાર, ગત 21મી ડિસેમ્બરની રાત્રે અકસ્માત થયો હતો. જ્યારે એક વાહન ડિવાઈડર સાથે અથડાયું હતું, જેના કારણે તેનું પાછળનું બોનેટ હવામાં ઉછળ્યું અને તે પાછળથી આવતી કાર સાથે અથડાયું હતું. તેના કારણે કારની એરબેગ ખુલી ગઈ હતી.
મીડિયા સાથે વાત કરતાં વાશી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય ઘુમલે જણાવ્યું હતું કે, "21 ડિસેમ્બરે રાત્રે લગભગ 11.30 વાગ્યે એક કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. પાછળથી આવતી બીજી કારે પહેલી કારને ટક્કર મારી હતી અને તેની એરબૅગ્સ ખુલી ગઈ હતી અને આગળની સીટમાં બેઠલા બાળકને અથડાઈ હતી. ત્યાંથી પસાર થતા લોકો બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા.
ડોક્ટરે મોતનું શું કારણ આપ્યું?
ડૉક્ટરોએ અહેવાલ આપ્યો કે, હર્ષના શરીર પર કોઈ દેખીતા ઈજાના નિશાન નથી, અને મૃત્યુનું કારણ પોલિટ્રોમા શોક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ ઘટના બાદ હવે સવાલો ઉઠી રહ્યા છે કે, શું નાના બાળકોને કારની આગળની સીટમાં બેસાડવા જોઈએ કે નહીં. કારણ કે કારની એરબેગનો ફોર્સ આ રીતે ક્યારેક બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:
- 2025માં વિનાશકારી ફેરફારના સંકેત: ગ્રહોની બદલાતી ચાલથી કોરોના જેવી મહામારીના અણસાર, સપ્ટેમ્બરમાં 2 ગ્રહણ
- દેશમાં ઠંડીનો કહેર યથાવત, અનેક રાજ્યોમાં વરસાદની પણ શક્યતા, જાણો આજનું હવામાન