Two killed in Bharuch: નર્મદા નદીમાં ગેરકાયદે ખનનથી નિર્દોષ લોકો આવી ઘટનાનો ભોગ બન્યાં, સાંસદનું નિવેદન - Bharuch Shukaltirth village
🎬 Watch Now: Feature Video
બે દિવસ પહેલા શુકલતીર્થ ગામે બે યુવાનો નર્મદા નદીમાં (Two killed in Bharuch)ડૂબી જતાં મોત બાબતે સાંસદ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. સાંસદ મનસુખ વસાવા(MP Mansukh Vasava) શુકલતીર્થ ગામે પહોંચ્યા હતા.વસાવાએ આ ભૂમાફિયાઓ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગેરકાયદે રેતી કાઢીને 25 થી 30 ફૂટ ઊંડા ખાડા કરું દીધેલા છે. જેને લઇને આવી દુઃખદ ઘટનાઓ બને છે. તેના માઠા પરિણામ ડૂબી ગયેલા લોકોના પરિવારને ભોગવવાનો વારો આવે છે. નર્મદા નદીના દર્શને આવતા પર્યટકોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ મૃતક યુવકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી તેમના દુઃખદ અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ પણ સરકારમાં રજૂઆતો કરી (Mining in the river Narmada )હતી અને જણાવ્યું હતું કે, આવા ગેરકાયદે રેતી ખનનને અટકાવવામાં આવે નહીં ત્યાં સુધી ભૂમાફિયાઓ સામેની મારી લડાઈ ચાલુ રહેશે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST