પલામુ ઝારખંડમાં અગ્નિપથ યોજનાનો થયો વિરોધ - Agnipath scheme controversy

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2022, 1:59 PM IST

અગ્નિપથના વિરોધમાં (Agnipath scheme controversy) શુક્રવારે સવારે પલામુમાં ભારે હંગામો થયો હતો. સેંકડો યુવાનોએ ડાલ્ટનગંજ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક બ્લોક (Youth jammed the railway track in Palamu) કરી દીધો હતો. પોલીસે જામ હટાવવા બળપ્રયોગ કર્યો હતો. જ્યારે યુવકોએ પોલીસ દળ પર પણ પથ્થરમારો કર્યો હતો. અહીં એક માલગાડીના એન્જિનમાં તોડફોડ કરવામાં આવી છે. યુવાનોએ ડાલ્ટનગંજ રેલ્વે સ્ટેશન પર લગભગ 45 મિનિટ સુધી ટ્રેક બ્લોક કરી દીધો હતો.પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ (Police hurled stones at the force) ટ્રેક જામ દૂર કરવામાં આવ્યો હતો. ઘટના બાદ રેલવે ટ્રેક અને રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. શુક્રવારે યુવાનોએ ડિવિઝનલ હેડક્વાર્ટર મેદિનીનગર રેડમા ચોક પર નાકાબંધી કરી હતી.પોલીસ દ્વારા રેડમા ચોકમાં જામ હટાવ્યા બાદ યુવાનો રેલવે ટ્રેક પર પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.