રામ રાખે તેને કોણ ચાખે :માંડ માંડ બચ્યો જીવ - પટનામાં પ્રવાસી ટ્રેનની અડફેટે આવ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 8, 2022, 7:43 AM IST

બિહાર : પટનાના મોકામા રેલ્વે સ્ટેશનના (Mokama Railway Station) પ્લેટફોર્મ નંબર ત્રણ પર એક પ્રવાસી ટ્રેનની અડફેટે (tourist in Patna hit by a train) આવીને બચી ગયો હતો. હકીકતમાં, મોકામા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે પ્રવાસીનો પગ લપસી ગયો હતો. જેના કારણે પ્રવાસી સ્ટેશન પર જ પડી ગયો હતો અને તે ટ્રેનની નીચે ગયો હતો, પરંતુ સદનસીબે આરપીએફ અને સ્થાનિક લોકોની મદદથી પ્રવાસીને બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રવાસીની ઓળખ જસપાલ સિંહ તરીકે થઈ છે. જસપાલ સિંહ વારાણસી જિલ્લાના ભેલુપુર પોલીસ સ્ટેશન સ્થિત રાનીપુરનો રહેવાસી હોવાનું કહેવાય છે. તે જાગરતામાં તાશા પાર્ટી રમવા માટે બેગુસરાય ગયો હતો અને પરત ફરી રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.