નદીમાં પાણીની આવક વધતાં રિવરફ્રન્ટ બન્યો જળમગ્ન - ઉકાઈ ડેમમાં પાણીની સારી આવક
🎬 Watch Now: Feature Video
તાપીમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા માંડવી ટાઉનમાં બનેલો રિવરફ્રન્ટ પાણીમાં ગરકાવ (Take a dip in the warm riverfront waters) થઈ ગયો છે. ત્યારે હવે નગરપાલિકાએ સહેલાણીઓ માટે આ રિવરફ્રન્ટ બંધ કરી (Tapi Riverfront closed to visitors) દીધો છે. સાથે જ તકેદારીના ભાગરૂપે માંડવી પોલીસે રિવરફ્રન્ટ ખાતે GRD જવાન તહેનાત કરી દીધા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy rains in South Gujarat) વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવક (Good income of water in Ukai Dam) થઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા ગઈકાલે 2 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેના પગલે માંડવી નગરમાં તાપી નદી બે કાંઠે થઈ હતી.