ETV Bharat / state

ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પીડિતોને વળતર આપવા તૈયારઃ કોર્ટમાં થઈ જામીન અંગે સુનાવણી - KHYATI HOSPITAL SCANDAL

પીડિતોને વળતર આપવા કાર્તિક પટેલ તૈયાર- વકીલ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 5:41 PM IST

અમદાવાદઃ અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે આગોતરા જામીન માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. તે મામલે આજે અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા જામીન અરજી પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી પણ દર્શાવી હતી.

અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની આગોતરા જામીન પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ વચ્ચે જબરદસ્ત દલીલ થઈ હતી. સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલે દલીલ કરી હતી કે, હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી, જેમાં લોકોના જીવ ગયા તે અત્યંત દુઃખદ ઘટના છે પણ શું આ પ્રકારની ઘટના માટે ડાયરેક્ટર જવાબદાર હોઈ શકે? મેડિકલ બેદરકારીના કિસ્સામાં ડાયરેક્ટરની જવાબદારી સામે વકીલે સવાલ ઉઠાવ્યા હતા. તે દરમિયાન કાર્તિક પટેલના વકીલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના જુદા જુદા ચુકાદાના આધારે દલીલો કરી હતી. તદુપરાંત કાર્તિક પટેલના વકીલે પીડીતોને વળતર આપવાની પણ પ્રાથમિક તૈયારી દર્શાવી હતી. તો કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સરકારી વકીલે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, હાલ કાર્તિક પટેલ ક્યાં છે તે અંગે અરજીમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી.

ઉલ્લેખનીય છે કે, કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને કાર્તિક પટેલની સિગ્નેચરથી જ હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહારો થતા હોવાનો આરોપ છે. તેઓએ હોસ્પિટલના માધ્યમથી નાણાકીય કૌભાંડ આચાર્યો હોવાની રજૂઆત ક્રાઈમ બ્રાન્ચે ગ્રામ્ય કોર્ટમાં કરી હતી. તેવો પણ આરોપ છે કે, પોતાની ધરપકડ ટાળવા કાર્તિક પટેલ વિદેશમાં છે. કાર્તિક પટેલે ધરપકડથી બચવા માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આના સિવાય કાર્તિક પટેલે ગુજરાત હાઇકોર્ટમાં ખ્યાતિ કાંડ કેસમાં પાંચ આરોપીઓ સામે થયેલી કુલ ત્રણ ફરિયાદને ક્લબ કરવા માટે પણ અરજી કરી છે અને તેમના તરફથી રજૂઆત કરવામાં આવી છે કે આ ત્રણેય ફરિયાદ એક સમાન છે ત્યારે અલગ અલગ નહીં એક કાર્યવાહી કરવાની જરૂર નથી.

સરકાર તરફથી ગરીબો માટે કેટલીક યોજનાઓ બનાવવામાં આવી છે. જેના લાભ લઈને ગરીબ અને નિરાધાર લોકો પોતાની ગંભીર બીમારીઓની સારવાર કરાવતા હોય છે. આવી જ એક યોજના એટલે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ છે, જેની પાસે આ કાર્ડ હોય છે એવા તમામ લાભાર્થીઓની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. એક કેમ્પ કડીના બોરીસદ ગામે યોજાયો હતો જ્યાં આવા કાર્ડ ધરાવતા દર્દીઓને બ્લોકેજ ના હોવા છતા બ્લોકેજ વધારે બતાવામાં આવ્યું હોવાનું તાપસમાં ખુલ્યું હતું. તપાસમાં એવી વિગતો પણ સામે આવી હતી કે, અમદાવાદની એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં પરિવારજનોની જાણ બહાર જ લોકોની એનજીઓગ્રાફી કરવામાં આવી હતી. જેમાંથી સાત લોકોની એનજીઓ પ્લાસ્ટિક કરી નાખી હતી અને ત્યારબાદ આ દર્દીઓમાંથી બે દર્દીના મોત થયા હતા. આ તમામ ઓપરેશન ડોક્ટર પ્રશાંત વજીરાણીએ કર્યા હતા. ઘટનાની જાણ થતા જ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યા હતા. આ ઘટનામાં મહેશભાઈ બારોટ અને નાગજીભાઈ સેગમાનું મોત થયું હતું અને ત્યારબાદ પાંચ લોકોને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ખ્યાતિ હોસ્પિટલના ફાઉન્ડર કાર્તિક પટેલ છે.

  1. ટાઈપીસ્ટ દીકરીના સરઘસનો મામલો, ઉપલેટામાં ઇન્ડિયા ગઠબંધને વિરોધ નોંધાવ્યો
  2. ફ્લાવર શોમાં પહોંચ્યા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'સુંદરલાલ', અમદાવાદીઓ માટે કહી એક ખાસ વાત, જાણો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.