ભાવનગર: વેસ્ટર્ન કલચરમાં યુવાનો ફાસ્ટફૂડ વચ્ચે દેશી ખાણીપીણીને ભૂલી રહ્યા છે. જો કે બાળકોને માતાપિતા દેશી ભોજન પીરસે તો ચોક્કસ તેની બાજુ બાળકોને વાળી શકાય છે. ભાવનગરમાં વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં અવાયું હતું. જેમાં ચોક્કસ નક્કી કરેલી ત્રણ વસ્તુઓમાંથી વાનગી બનાવેલી હોવી ફરજિયાત હતી. ત્યારે ગૃહિણીઓ અદભુત ચોક્કસ વસ્તુઓ સાથે સ્પર્ધામાં વાનગી સાથે હાજર રહી હતી. ચાલો જાણીએ સ્પર્ધામાં કેવી-કેવી વાનગીઓ બનાવી હતી.
સ્પર્ધામાં કેટલા બહેનો જોડાયા અને કેટલી વાનગી
ભાવનગર પરીમલ ગોવર્ધન નાથજીની હવેલીએ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશ મહેતાએ જણાવ્યુ હતું કે, હું ગોવર્ધન નાથજી હવેલી પરીમલ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું. આજે ડોક્ટર રાજેશ્રીબેન અને ટીમે વાનગી હરીફાઈનું એક સરસ મજાનું આયોજન કરેલું છે. તેમાં 27 મહિલાઓએ ભાગ લીધો હતો. જેમાં વટાણા અને અન્ય વસ્તુમાંથી જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી છે અને લગભગ 60 જેટલી વાનગીઓ બનાવવામાં આવેલી છે. ખૂબ જ બધી વેરાઈટીઓ વાળી વાનગીઓ બનાવવામાં આવી છે.
કેવી પ્રકારની વાનગીઓ પિરસાઈ?
રાજેશ્રીબેને જણાવ્યું હતું કે, અહીંયા ગોવર્ધનનાથજીની હવેલી ખાતે અમે અવારનવાર સ્પર્ધાઓ કરતા હોઈ છીએ. તે રીતે આજે પણ શિયાળુ વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી અને એ ટ્રસ્ટી મંડળ છે એના તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગાજર, વટાણા અને અડદની દાળ આ ત્રણ સામગ્રીનો યુઝ કરીને, એક બે ત્રણ કોઈ પણ સંખ્યામાં લોકો લઈ શકે પણ આ ત્રણમાંથી કંઈ એક તો હોવું જ જોઈએ એ રીતે સામગ્રીનો ઉપયોગ કરીને બહેનોએ વાનગી બનાવીને ઘરેથી લાવવાનું હતું, અને અહીંયા ડેકોરેશનનો સમય આપવામા આવેલો હતો.
વટાણા, ગાજર અને અડદમાંથી કેવી બની વાનગીઓ
રાજેશ્રીબેને વધુમાં જણાવ્યું હતું કે, ઘણી બધી ઇનોવેટિવ વાનગીઓ બનાવેલી હતી. અને એ બહુ જ સરસ ટેસ્ટમાં અને પ્રેઝન્ટેશનમાં અને ઘણું બધું સરસ હતું. ઇનોવેશન તો એવું કે અડદની દાળની ગ્રેવી બનાવેલી હતી. જેમાં પંજાબી સ્ટાઇલથી અને પછી એમાં એ લોકોએ ગાજરનો ઉપયોગ કરીને એને એ રીતે વટાણાની ગ્રેવી અડદની દાળની ગ્રેવી બનાવેલી. વટાણાની ખીર બનેલી હતી. કોઈએ બોલ્સ બનાવેલા હતા, લેમન બોલ્સ. ગાજરનો હલવો જે આપણે ટ્રેડિશનલ હોય છે. કોઈ અડદની દાળની સુખડી પણ બનાવી છે એટલે ઘણી બધી વેરાઈટીની દાળના વડા આપણે કરતા હોય તેમાં પણ ઘણી બધા ઇનોવેશન કરીને બહેનોએ ખુબ સરસ એમાંથી વાનગીઓ બનાવી છે.
ઉપમા અને લોલીપોપની રેસીપી દર્શાવતા બહેનો
ગ્રીષ્માબેન પારેખે જણાવ્યું હતું કે, અમે આજે વેજીટેબલ લોલીપોપ બનાવી છે. એમાં બધી જાતના વેજીટેબલ લીધા છે. છોકરાઓ મોસ્ટલી છે બધા વેજીટેબલ ખાતા નથી હોતા, એટલે અલગ શેપ આપી અને છોકરાઓને પ્રોત્સાહીત કર્યા છે કે બધા વેજીટેબલ ખાવા જોઈએ. એટલે છોકરાઓ બધા વેજીટેબલ ખાય અને આ રેસીપીને આગળ વધારે.
મીરાબેન વોરાએ જણાવ્યું હતું કે, હેલ્ધી ઉપમા વિથ ટમેટો સૂપ, જે અત્યારના છોકરાઓ ખાતા નથી એટલે અમે જરાક જુદી રીતે બનાવી છે. ચિઝને બટર નાખીને, આપણે જે રવો તેલ મૂકીને રવો શેકીયે, અડદની દાળ અંદર ડ્રાયફ્રૂટ એટલે કાજુને દ્રાક્ષ અને ખમણેલું ગાજર અને વટાણા.
આ પણ વાંચો: