પહાડો પરથી પથ્થરો પડતા મકાનો થયા ધરાશાયી, ચોકાવનારા દ્રશ્યો આવ્યા સામે - पिथौरागढ़
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : સરહદી જિલ્લા પિથૌરાગઢના ધારચુલા મલ્લી બજારમાં એક હૃદયદ્રાવક તસવીર સામે આવી છે. ભારે વરસાદ બાદ પહાડ પરથી કાટમાળ અને પથ્થરો પડતાં બે મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે. શુક્રવારે મોડી સાંજે ભારે વરસાદ બાદ કાટમાળની સાથે પર્વત પરથી મોટા પથ્થરો પડવા લાગ્યા હતા. ઘરમાં હાજર સભ્યોને ઘરની બહાર કાઢીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. કાટમાળ આવ્યા બાદ 14 અન્ય મકાનો પણ ખતરામાં છે, જ્યાં પોલીસ પ્રશાસન મકાનોને ખાલી કરાવવામાં લાગી છે. અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પહાડ પરથી પથ્થરો પડી રહ્યા છે.