પોરબંદરને "હરિયાળું" બનાવવાનો પ્રોજકટ થયો પૂર્ણ - હિન્દુસ્તાન પ્રોજેક્ટ કંપની
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ શહેરને હરિયાળું બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ સીએમ શહેરી વિકાસ યોજના અંતર્ગત 55 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પોરબંદરમાં ફૂટપાથ તથા અનેક જાહેર સ્થળો પર વિવિધ પ્રકારના વૃક્ષો ઉગાડવાનો પ્રોજેક્ટ 5 ઓગસ્ટ 2017ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો. જેનું કામ હિન્દુસ્તાન પ્રોજેક્ટ કંપની દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રોજેક્ટ અંતર્ગત અનેક ફરિયાદો ઉઠી હતી. જેના કારણે નગરપાલિકા દ્વારા કંપનીને નોટિસ ફટકારવામાં આવી હતી અને પ્રોજેક્ટનું કામ બંધ થયું હતું. ત્યારબાદ ફરીથી આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલાં જ આ કામ પૂર્ણ થયું છે.