ઉત્તરાખંડના પિથોરાગઢમાં આખી ટેકરી થઈ ધરાશાયી, કૈલાશ માર્ગ પર ફસાયા શ્રદ્ધાળુઓ - પિથોરાગઢમાં ભૂસ્ખલન
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : પિથૌરાગઢ જિલ્લામાં ભૂસ્ખલનની (Landslides in Pithoragarh) ઘટના બની છે. શુક્રવારે મોડી સાંજે નાજંગ તાંબા ગામ પાસે તવાઘાટ લિપુલેખ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. અહીં એક પહાડીનો મોટો ભાગ પડી (entire hill collapsed in Pithoragarh Uttarakhand)જવાને કારણે નેશનલ હાઈવે બંધ (Tawaghat Lipulekh National Highway closed) થઈ ગયો હતો. આદિ કૈલાશ માનસરોવર યાત્રા રૂટ જે નજંગ તાંબા ગામ પાસેથી પસાર થાય છે તે બંધ થવાથી સ્થાનિકો સહિત 40 મુસાફરો ત્યાં અટવાયા છે. ચીન સરહદને જોડતા તવાઘાટ લિપુલેખ હાઈવે પર લખનપુર અને નજાંગ વચ્ચે પહાડી તૂટવાને કારણે ભૂસ્ખલન થયું છે. જેના કારણે રસ્તો ફરી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ચીન સરહદ નજીકના ગામડાઓ જિલ્લા મુખ્યાલયથી કપાઈ ગયા છે. તાજેતરમાં માલઘાટમાં ભૂસ્ખલનને કારણે ચીન સરહદને જોડતો આ રસ્તો પણ બંધ થઈ ગયો હતો.