કરોડોનું કૌંભાંડ: આખુ ને આખુ કોલ સેન્ટર જ ફેક નીકળ્યુ - dehradun latest hindi news
🎬 Watch Now: Feature Video
દેહરાદૂનઃ ઉત્તરાખંડ STFએ આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ (dehradun fake call center) કર્યો છે. STFએ મોડી રાત્રે 14થી વધુ લોકોની અટકાયત કરી છે. એસટીએફના દરોડામાં આ કોલ સેન્ટરમાંથી એક કરોડ 26 લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી છે. એસટીએફના (Uttarakhand STF ) એસએસપી અજય સિંહના જણાવ્યા અનુસાર, અટકાયત કરાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ટોળકી નકલી ઈન્ટરનેશનલ કોલ સેન્ટરની (fake international call center) આડમાં દેશમાં જ બેસીને વિદેશના લોકો પાસેથી સાયબર છેતરપિંડી કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ગેંગ વિદેશી લોકોને ફસાવીને કરોડોની છેતરપિંડી કરતી હતી. હાલ આ સમગ્ર કૌંભાંડ મુુદ્દે તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.