સાબરકાંઠામાં દિવાળી પહેલા આવી દિવાળી, ગરીબ કલ્યાણ મેળામાં ચૂકવાઈ 4.74 કરોડની સહાય - Idar APMC
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠામાં ઈડર સાપાવાડા APMC માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. અહીં ઉપસ્થિત રાજ્ય પ્રધાન અર્જૂનસિંહ ચૌહાણે વિવિધ લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું. આ મેળામાં કુલ 2,920થી વધુ લોકોને 4.74 કરોડ રૂપિયાની સહાય સ્થળ પર જ ચૂકવવામાં આવી હતી. આ સાથે જ લાભાર્થીઓને દિવાળી પહેલા દિવાળી આવી ગઈ છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી 1,567 ગરીબ કલ્યાણ મેળા યોજાઈ ચૂક્યા છે. આશરે 1.22 કરોડથી પણ વધુ લાભાર્થીઓએ તેનો લાભ મેળવ્યો છે. State Minister Arjunsinh Chauhan at Garib kalyan mela in Sabarkantha Garib kalyan mela Idar APMC