રાજકોટમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાઈ - રાજકોટ ન્યુઝ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: સમગ્ર રાજ્યમાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી વિધિવત રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેને લઈને આજે રાજકોટ જિલ્લાના દરેક કેન્દ્ર પર તાલુકા દીઠ 20-20 જેટલા ખેડૂતો બોલાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં કુલ 11 જેટલા સેન્ટરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. જેને લઈને આજે અલગ અલગ સેન્ટર પર અંદાજીત 200 કરતા વધારે ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા.જો કે ખરીદી દરમિયાન કોઈ ગેરરીતિ ન સર્જાય તે માટે સમગ્ર ખરીદીની પ્રક્રિયાની વીડિયોગ્રાફી તેમજ હોબાળો ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પડેલ કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે સમગ્ર રાજ્યમાં અલગ અલગ સેન્ટર પર વિધિવત રીતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.