મુંબઈ: પ્રખ્યાત ફિલ્મ સર્જક શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યે નિધન થયું હતું. તેઓ 90 વર્ષના હતા. બેનેગલ કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. તેમણે 14 ડિસેમ્બરે તેમના મિત્રો અને પરિવાર સાથે તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો.
આ પ્રસંગે નસીરુદ્દીન શાહ, દિવ્યા દત્તા, શબાના આઝમી, રજિત કપૂર, અતુલ તિવારી, ફિલ્મ નિર્માતા અને અભિનેતા શશિ કપૂરના પુત્ર કુણાલે ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, શ્યામ બેનેગલ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા, નિર્દેશક, નિર્માતા, કોરિયોગ્રાફર અને લેખક ગુરુ દત્તના પિતરાઈ ભાઈ હતા.
VIDEO | Mumbai: Mortal remains of celebrated filmmaker Shyam Benegal brought to Dadar 'Smashan Bhoomi' for last rites.#ShyamBenegal #MumbaiNews
— Press Trust of India (@PTI_News) December 24, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/aGpRK3dRxY
પંચતત્વમાં વિલીન થયાં શ્યામ બેનેગલ
ભારતીય સિનેમાના જાદૂગર ગણાતા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલને દાદરના સ્મશાનભૂમિમાં રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. 24 ડિસેમ્બરના રોજ તેમને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પંચતત્વમાં વિલીન કરવામાં આવ્યાં હતાં.
VIDEO | People pay last respects to #ShyamBenegal at Dadar 'Smashan Bhoomi' in Mumbai. Veteran filmmaker, who heralded the Indian parallel cinema movement in the 1970s and 1980s with films such as " ankur", "nishant" and "manthan", died on monday at the age of 90.
— Press Trust of India (@PTI_News) December 24, 2024
(full video… pic.twitter.com/85KIKzVWAL
આ દરમિયાન શ્યામ બેનેગલને અંતિમ વિદાય આપવા માટે ફિલ્મ જગતની અને રાજકીય જગતની અનેક હસ્તીઓ આવી પહોંચી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ ભીની આંખે બેનેગલને અંતિમ વિદાય આપી હતી.
Deeply saddened by the passing of Shri Shyam Benegal Ji, whose storytelling had a profound impact on Indian cinema. His works will continue to be admired by people from different walks of life. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 23, 2024
કોણ હતા શ્યામ બેનેગલ? શ્યામ બેનેગલ પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્દેશક, પટકથા લેખક અને ડોક્યુમેન્ટરી નિર્માતા હતા. તેઓ 70ના દાયકાના દિગ્ગજ ફિલ્મ નિર્માતાઓમાંના એક હતા. તેમનો જન્મ 14 ડિસેમ્બર 1934ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએ કર્યું હતું.
Honouring Shyam Benegal, a visionary filmmaker who portrayed the heart and soul of Indian society through his timeless films.#ShyamBenegal @MinOfCultureGoI @nfdcindia @NFAIOfficial @AshwiniVaishnaw @Murugan_MoS @PIB_India @DDNewslive @airnewsalerts pic.twitter.com/wRHx69VJt5
— Ministry of Information and Broadcasting (@MIB_India) December 24, 2024
બેનેગલે તેમની પ્રથમ ફિલ્મ 12 વર્ષની ઉંમરે તેમના પિતા શ્રીધર બેનેગલ દ્વારા આપવામાં આવેલા કેમેરા સાથે બનાવી હતી. તેમની પ્રથમ ડોક્યુમેન્ટરી ફિલ્મ ગુજરાતી ભાષામાં 'ઘેર બેઠા ગંગા' હતી.
" shyam benegal ji's storytelling had a profound impact on indian cinema": pm modi condoles renowned filmmaker's demise
— ANI Digital (@ani_digital) December 23, 2024
read @ANI Story |https://t.co/uVVYz2byKh#PMModi #ShyamBenegal #IndianCinema pic.twitter.com/9CuiCskll0
શ્યામ બેનેગલની પ્રથમ ચાર ફીચર ફિલ્મોમાં અંકુર, નિશાંત, મંથન અને ભૂમિકાનો સમાવેશ થાય છે. તેમણે તેમની ફિલ્મો મમ્મો, સરદારી બેગમ અને ઝુબૈદા માટે શ્રેષ્ઠ ફિચર ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
Mourning the passing of #ShyamBenegal, a giant of India’s New Wave cinema who leaves a considerable body of cinematic accomplishment behind. My sisters and i knew him since our childhood, when he was an advertising professional who photographed them as the first “Amul Babies”.… pic.twitter.com/oKw8iIpJee
— Shashi Tharoor (@ShashiTharoor) December 23, 2024
શ્યામ બેનેગલ આ ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા:
- અંકુર
- નિશાંત
- મંથન
- ભુમિકા-ધ રોલ
- જુસ્સો
- ચઢાણ
- નેતાજી સુભાષ ચંદ્ર બોઝ- ધ ફર્ગોટન હીરો
- વેલ ડન અબ્બા
આ હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલિ: શ્યામ બેનેગલના નિધન પર મનોરંજન જગતમાં શોકનો માહોલ છવાયો છે. પીએમ મોદીથી લઈને ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Go well Shyam babu. Thank you for inspiring many like me. Thank you for the cinema. Thank you for giving tough stories and flawed characters such amazing dignity.
— Hansal Mehta (@mehtahansal) December 23, 2024
Truly among the last of our greats. pic.twitter.com/6niNXolUB3
બેનેગલને શ્રદ્ધાંજલિ આપતા શેખર કપૂરે લખ્યું કે, "શ્યામ બેનેગલ સિનેમામાં એક નવી લહેર લાવ્યા હતા. અંકુર, મંથન જેવી શાનદાર ફિલ્મો આપનાર વ્યક્તિ તરીકે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. તેમણે શબાના આઝમી, સ્મિતા પાટિલ જેવી સ્ટાર્સ બનાવી. વિદાય મારા મિત્ર અને માર્ગદર્શક."
He created ‘the new wave’ cinema. #shyambenegal will always be remembered as the man that changed the direction of Indian Cinema with films like Ankur, Manthan and countless others. He created stars out great actors like Shabama Azmi and Smita Patil. Farewell my friend and guide pic.twitter.com/5r3rkX48Vx
— Shekhar Kapur (@shekharkapur) December 23, 2024
તેમના સિવાય સુધીર મિશ્રા, ઇલા અરુણ, શશિ થરૂરે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
શ્યામ બેનેગલ આ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત: શ્યામ બેનેગલે તેમની ફિલ્મો માટે ઘણા રાષ્ટ્રીય પુરસ્કારો અને ફિલ્મફેર પુરસ્કારો જીત્યા હતા. આ સાથે તેમને ભારતીય સિનેમાના સર્વશ્રેષ્ઠ એવોર્ડ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
Deeply saddened to know about the sad demise of legendary filmmaker #ShyamBenegal. He was the messiah for actors, writers and technicians of alternative cinema in #India. He told stories differently. When I went to meet him to ask for a role during the making of #Mandi, he looked… pic.twitter.com/cRNhpRFgM4
— Anupam Kher (@AnupamPKher) December 23, 2024
વર્ષ 1991માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેમને કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.
શ્યામ બેનેગલની છેલ્લી ફિલ્મ 'મુજીબ - ધ મેકિંગ ઓફ અ નેશન' હતી. જે મુજીબુર રહેમાનના જીવન પર આધારિત હતી. બેનેગલે ભારતીય સિનેમાને ઘણી મહાન ફિલ્મો આપી છે અને મનોરંજન જગત સદીઓ સુધી તેમના યોગદાનને યાદ રાખશે.
આ પણ વાંચો: