રોકેટની જેમ આવતી સ્કોર્પિયો કારે 2 બાઈક ચાલકને અડફેટે લીધા, જુઓ વીડિયો - Maharashtra CCTV
🎬 Watch Now: Feature Video
કરાડ: મહારાષ્ટ્રના કરાડ તાલુકાના કરવે ગામમાં સ્કોર્પિયોના (Karad Tehsil Scorpio Accident) ચાલકે બે મોટરસાઈકલને ટક્કર મારી જીવલેણ અકસ્માત કરી નાંખ્યો હતો. એક મોટરસાઈકલને 30 ફૂટ સુધી ઉડાવી દીધી હતી. આ અકસ્માતમાં મોટરસાઈકલ પર બેઠેલો એક યુવક કારની પાછળ પટકાયો હતો, જ્યારે બીજો મોટરસાઈકલ સાથે સ્કોર્પિયોના બમ્પર (A young boy Stuck) નીચે ફસાઈ ગયો હતો. સંતોષ શ્રીરંગ થોરાટ અને શિવાજી શંકર દેસાઈ નામના બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એકની હાલત ગંભીર (One Serious after Accident) છે અને તેને પુણેની ખાનગી (Pune Scorpio Accident) હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાયો હતો. અકસ્માતમાં સ્કોર્પિયોનો ચાલક કરવે ગામનો છે. આ ઘટના બની એ સમયે તે પીધેલી હાલતમાં હતો. અકસ્માતમાં સામેલ સ્કોર્પિયો કારને પોલીસે કબજે લીધી છે. દરમિયાન રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બનેલો ભયાનક અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. પણ સીસીટીવી પરથી કહી શકાય કે, આ એક ભયાનક અકસ્માત હતો. જેમાં સ્કોર્પિયો કાર ચાલક અચાનક ટર્ન થઈ જતા બે બાઈક ચાલકોનો ભોગ લેવાયો હતો.