સેલવાસ કલેક્ટર દ્વારા ચૂંટણીને લઇ વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ - Union Territory Dadra Nagar Haveli
🎬 Watch Now: Feature Video
સેલવાસઃ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આગામી 8 નવેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની અને નગરપાલિકાની ચૂંટણી યોજનારી છે. તે અંગે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારોને ફોર્મ ભરવા માટે તેમજ મુખ્ય માર્ગ પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા સાથે આદેશ આપવામાં આવ્યાં છે. દાદરા નગર હવેલીમાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, સેલવાસ નગરપાલિકાની 8 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં 14મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. જે માટે સેલવાસ કલેક્ટર કચેરી ખાતે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.