રાજ્યસભામાં શક્તિસિંહે રેલવે અકસ્માતમાં થતા સિંહોના મોતનો મુદ્દો ઉઠાવ્યો - death of lions in railway accident
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી : રાજ્યસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં સોમવારના રોજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે એશિયાટિક લાયન એટલે કે એશિયાઇ સિંહોના મોત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્યસભામાં શક્તિસિંહે જણાવ્યું હતું કે, એશિયાઇ સિંહ આપણી ધરોહર છે. 2020માં મૂન લાઇટ સર્વે મુજબ ગુજરાતમાં કુલ 674 સિંહો છે. વર્ષ 2018માં રેલવે અકસ્માતમાં 193 સિંહોના મોત થયા હતા, જ્યારે વર્ષ 2020માં રેલવે અકસ્માતમાં 200 સિંહો માર્યા ગયા હતા. આ અકસ્માત રોકવા અંગેની વ્યવસ્થા કરવા માટે તેમને સરકારને અપીલ કરી હતી.