નદીના પૂરમાં ફસાઈ હતી મિત્રોની કાર, આ રીતે બચાવ્યો જીવ - SDRFએ બીન નદીમાં બચાવ કામગીરી કરી
🎬 Watch Now: Feature Video
ઋષિકેશઃ હરિદ્વારથી ઋષિકેશ આવતી વખતે અડધી રાત્રે ચિલા બેરેજ રોડ પર બીન નદીના વહેણમાં એક કાર ફસાઈ (Car stuck in river flood) ગઈ હતી. કાર નદીમાં ફસાઈ જતાં તેમાં સવાર ત્રણ યુવકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જ્યારે મદદ માટે કોઈ દેખાતું ન હતું, ત્યારે સમજણ બતાવતા કાર ચાલકે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી અને મદદ માટે વિનંતી કરી હતી. સદનસીબે કાર પાણીના પ્રવાહમાં પલટી ન ગઈ. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. SDRFની ટીમ અડધી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય યુવાનોને બચાવી લીધા હતા. કારને નદીમાંથી બહાર કાઢી હતી. કારમાં બેઠેલા યુવાનોને પણ સલામત રીતે તેમના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવ્યા હતા.