વાપીના GIDC વિસ્તારમાં બિસ્માર બનેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું - ન્યુઝ ઓફ વાપી
🎬 Watch Now: Feature Video
વાપી: GIDC અને નોટિફાઇડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન માર્ગોનું ધોવાણ થયા બાદ હવે તંત્રએ તેની મરામત કામગીરી હાથ ધરી છે. જે માટે 2.51 કરોડના ખર્ચે રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં રહેણાંક વિસ્તારની કામગીરી બાદ GIDCના તમામ મુખ્ય માર્ગોની મરામત અને નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેને લઈને વાહનચાલકોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. તેમજ ધૂળિયા રસ્તાઓ પર ઊડતી ધૂળની ડમરીઓથી છુટકારો મળશે તેવી આશા સેવી રહ્યા છે.