સાપુતારા સહિત તટીય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડયો - સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ
🎬 Watch Now: Feature Video
ડાંગ: સાપુતારા સહિત સરહદીય પથકનાં ગામડાઓમાં આજે બપોર બાદ વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણી પાણીની છોળો ઉડવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સાપુતારા સહિત સરહદીય ગામડાઓમાં માલેગામ, ઘોટેમાળ,મુરબી, બારીપાડા, રાનપાડા, ભાપખલ, માળુંગા વિસ્તારમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે ડાંગરના ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું હતું. વરસાદી માહોલના કારણે ઘણાં ખેડૂતોનું કામ અટકી ગયું હતું. તેમજ છેલ્લા થોડા દિવસોથી અચાનક જ વરસાદ વરસી પડતાં ખેડૂતો ચિંતામાં મુકાય ગયા હતા.