સમગ્ર સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી
🎬 Watch Now: Feature Video
સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ હાલ સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મંગળવાર સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને બપોરેના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જિલ્લાના કામરેજ, ઓલપાડ, માંગરોળ, માંડવી અને ઉમરપાડા વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો. ઓગસ્ટ મહીનો ઓછો વરસાદ વરસ્યા બાદ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.