પીજીમાં થયેલી છેડતી મામલે લોકોની પ્રતિક્રિયા, જુઓ ETV bharat સાથે.... - AHD
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારના પીજીમાં પાંચ દિવસ પહેલા રાત્રિના સમયે યુવતીની છેડતી સંદર્ભે FIR દાખલ કરાવી છે. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, કમલનયન એપાર્ટમેન્ટ ખાતે પીજી હોસ્ટેલમાં સાફ સફાઈ કરતી યુવતી હોસ્ટેલના ડ્રોઈંગ રૂમમાં સુઈ ગઈ હતી, ત્યારે રાત્રિના સમયે ડ્રોઈંગ રૂમનો દરવાજો ખુલ્લો હોવાના કારણે કોઈ અજાણી વ્યક્તિએ તેનો લાભ લઈને યુવતીની છેડતી કરી હતી. જો કે પીડિતા નિંદ્રાધીન હોવાના કારણે તેને ખ્યાલ આવ્યો ન હતો. પરંતુ હોસ્ટેલમાં રહેતી અન્ય યુવતીઓ અજાણ્યા વ્યક્તિને ડ્રોઈંગ રૂમમાંથી બહાર નીકળતા જોઈ તેણીને જાણ કરતાં તેણે ફરિયાદ કરવા માટે કહ્યું હતું. જ્યારે આ ઘટનાને લઇ ETV bharat દ્વારા લોકોના મંતવ્ય લેવામાં આવ્યા હતા.