નદીમાં પૂર આવતા ટ્રેકટર પત્તાની જેમ વહેવા લાગ્યું, જૂઓ વીડિયો... - Landslide in Himachal
🎬 Watch Now: Feature Video
હિમાચલ પ્રદેશ : હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વરસાદે પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ભારે વરસાદને કારણે નદી-નાળાઓ પણ ઉભરાઈ રહ્યા છે, જેના કારણે દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે. ચંબી ખાડમાં એક યુવક વરસાદના કારણે આવેલા પૂરમાં ફસાઈ ગયો હતો. તે પોતાનું ટ્રેક્ટર લઈને રેતી અને કાંકરી લેવા ગયો હતો. પરિસ્થિતિ એવી હતી કે પૂરના પાણી ટ્રેક્ટર-ટ્રોલીના ઉપરના ભાગ સુધી પહોંચી ગયા હતા. યુવકે પોતાનો જીવ બચાવવા ટ્રેક્ટર ઉપર ચડી ગયો હતો. યુવક કલાકો સુધી ટ્રોલી પર ઊભો રહ્યો અને મદદ માટે બૂમો પાડતો રહ્યો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ તેને જોયો અને તરત જ કોતરના કિનારે પહોંચી ગયા હતા. લોકોએ ભારે મહેનત કરીને યુવકને કોતરમાંથી બહાર કાઢ્યો હતો.