દિયોદર પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત 2 ઘાયલ - Accident in Banaskantha Deodar
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ જિલ્લાના દિયોદર પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં દિયોદર પાસે હાઇવે પર બાઇક અને ટ્રેકટર સામ-સામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ત્રણેય યુવકો રોડ પર પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આજુ-બાજુના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક અમરતજી ઠાકોરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્યને દિયોદર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.