રાજકોટમાં ફી વધારવા મુદ્દે NSUIનો હલ્લાબોલ, શાળા બંધ કરીને કર્યો વિરોધ - Rajkot news
🎬 Watch Now: Feature Video
રાજકોટ: જિલ્લામાં ખાનગી સ્કૂલ દ્વારા બેફામ ફી વસૂલવામાં આવી રહી છે, ત્યારે NSUI દ્વારા સ્કૂલમાં જઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો. રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં આવેલી 'સન ફ્લાવર' સ્કૂલ દ્વારા વાલીઓને ફી માટે દબાણ કરી રહ્યાનો મેસજ NSUIને મળ્યા હતો. NSUI દ્વારા આજે સ્કૂલ ખાતે વિરોધ કરીને આ મામલે આચાર્યને રજૂઆત કરવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ શાળા ખાતે આચાર્ય હાજર ન હોવાથી NSUI દ્વારા શાળા બંધ કરી ભારે સૂત્રોચ્ચાર કરવામા આવ્યા હતાં.